નવા કાયદાનો ગુજરાતભરમાં પણ વિરોધ, હજારો ટ્રકોના થંભ્યા પૈડા…ડ્રાઈવરો રસ્તા પર ઉતરી આવ્યા
મહેસાણા, મોરબી, ખેડા, ભરૂચ, સુરતમાં નવા હિટ એન્ડ રનના કાયદાનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો છે. ડ્રાઇવર એસોસિએશનની માગ છે કે સરકાર કાયદો પરત ખેંચે અને ડ્રાઇવરોના હિતની રક્ષા કરવામાં આવે. મહત્વપૂર્ણ છે કે, નવા કાયદા મુજબ અકસ્માતમાં મોતના કેસમાં ડ્રાઇવરને 10 વર્ષની સજા અને રૂપિયા 7 લાખ દંડની જોગવાઇ છે.
કેન્દ્ર સરકારે અમલી કરેલા નવા હિટ એન્ડ રન કાયદાનો ગુજરાતભરમાં વિરોધ જોવા મળ્યો છે. હજારો ટ્રકોના પૈડા થંભી ગયા છે અને ડ્રાઈવરો રસ્તા પર ઉતરી આવ્યા છે. મહેસાણાથી લઈને મોરબી સુધી, ખેડાથી માંડીને સુરત સુધી ટ્રક ડ્રાઈવરોએ સરકારી કાયદા સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો છે. ક્યાંક ટાયરો સળગાવીને, તો ક્યાંક સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરીને સરકાર સામે ડ્રાઇવરોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો ભરૂચ : હિટ એન્ડ રન કાયદાનો ટ્રક ચાલકોએ વિરોધ કરી ચક્કાજામ કર્યા , જુઓ વીડિયો
મહેસાણા, મોરબી, ખેડા, ભરૂચ, સુરતમાં નવા હિટ એન્ડ રનના કાયદાનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો છે. ડ્રાઈવર એસોસિએશનની માગ છે કે સરકાર કાયદો પરત ખેંચે અને ડ્રાઇવરોના હિતની રક્ષા કરવામાં આવે. મહત્વપૂર્ણ છે કે, નવા કાયદા મુજબ અકસ્માતમાં મોતના કેસમાં ડ્રાઇવરને 10 વર્ષની સજા અને રૂપિયા 7 લાખ દંડની જોગવાઇ છે. કડક સજા, ભારે દંડની જોગવાઇથી ફફડી ઉઠેલો ડ્રાઇવર વર્ગ હવે ન્યાયની માગ સાથે રસ્તા પર ઉતર્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
