રાજકોટ : વિંછીયા-જસદણ રોડ પર રેતી ભરેલી ટ્રકમાં લાગી આગ, જુઓ વીડિયો
રાજકોટના વિંછીયા - જસદણ રોડ પર રેતી ભરેલી ટ્રકમાં આગ લાગી છે. BOI બેંક સહિત 10 જેટલી દુકાનદારોને ભારે નુકસાન થાય તેવી સંભાવના છે. તેમજ વિકરાળ આગ લાગતા ટ્રક સળગીને ખાખ થયો છે. મળતી માહિતી અનુસાર ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બને છે. ત્યાં રાજકોટમાં આવી જ એક આગ ઘટના બની છે. રાજકોટના વિંછીયા – જસદણ રોડ પર રેતી ભરેલી ટ્રકમાં આગ લાગી છે. BOI બેંક સહિત 10 જેટલી દુકાનદારોને ભારે નુકસાન થાય તેવી સંભાવના છે. તેમજ વિકરાળ આગ લાગતા ટ્રક સળગીને ખાખ થયો છે. મળતી માહિતી અનુસાર ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવીને તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.
બીજી તરફ કચ્છના ભૂજમાં અનમ રિંગ રોડ પર આવેલી શોપિંગ સેન્ટરમાં વિકરાળ આગ લાગી છે. મોડીરાત્રે શોપીંગ સેન્ટરના ઉપરના ભાગે આગ લાગી હતી. જેના પગલે દુકાનોના માલસામાનને નુકસાન થયુ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
