ઊંઝામાં આડેધડ પાર્કિંગની પરેશાની, પોલીસને રજૂઆતની અસર નહીં થતા વેપારીઓ વિરોધ પર ઉતર્યા
મહેસાણા જિલ્લાના ઊંઝા બસ સ્ટેશન નજીક વેપારીઓએ વિરોધ દર્શાવ્યો હતો. વેપારીઓ વિસ્તારમાં આડેધડ પાર્કિંગને લઈ પરેશાન થઈ ગયા હતા અને જેને લઈ આખરે વેપારીઓ વિરોધ પર ઉતરી આવ્યા હતા. વેપારીઓ દ્વારા આ અંગે રિક્ષા ચાલકોને પણ કહેવા જતા ઉલટાનું વેપારીઓની જ સામે થઈને દાદાગીરી કરવામાં આવતી હોવાને લઈ અસહ્ય ત્રાસથી વેપારીઓ કંટાળ્યા હતા.
ઉત્તર ગુજરાતમાં કેટલાક શહેરોમાં આડેધડ પાર્કિંગ અને અણધડ ટ્રાફિક વ્યવસ્થાને લઈ લોકો પરેશાન બનતા હોય છે. ટ્રાફિક નિયમન ભંગને લઈ અણધડ વાહન હંકારતા કે પાર્ક કરનારાઓને દંડ નહીં થતો હોવાને લઈ રોષ ફેલાતો હોય છે. ઊંઝા શહેર એ દેશ અને દુનિયામાં મોટું નામ ધરાવે છે. પરંતુ અહીં પાર્કિંગ અને ટ્રાફિકને લઈ આવી જ સમસ્યા છે. જેને લઈ વેપારીઓએ વિરોધ પર ઉતરવા મજબૂર થવુ પડ્યુ હતુ.
આ પણ વાંચો: લક્ષદ્વીપના ‘બોસ’ કોણ? ગુજરાતના દિગ્ગજ સંભાળે છે દરિયાઈ સૌંદર્ય ધરાવતા સ્થળનું પ્રશાસન, જાણો
ઊંઝા શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ કરવામાં આવતુ હોવાની ફરિયાદો ઉઠી છે. વિસ્તારના વેપારીઓ રિક્ષા ચાલકોના પાર્કિંગની અવ્યવસ્થા અને તેમને ટોકવા કે કહેવા જતા બેફામ દાદાગીરી કરવામાં આવતી હોવાની ફરિયાદ સર્જાઈ હતી. જેને લઈ વેપારીઓ હેરાનગતિથી કંટાળીને આખરે વિરોધ કર્યો હતો. અગાઉ આ અંગે પોલીસને રજૂઆત કરી હતી, પરંતુ પોલીસ પણ કોઈ જ કાર્યવાહી નહીં કરવાને લઈ સ્થાનિક વેપારીઓએ આખરે વિરોધ પર ઉતરવાનો માર્ગ અપનાવ્યો હતો.