મધુમતી ખાડીમાં ટ્રેકટર તણાયું, 6 લોકોનો આબાદ બચાવ , જુઓ વિડીયો

ઉચ્છદ ગામના 6 લોકો ટ્રેકટર લઇને રાજપરા ગામની સીમમાં આવેલાં ખેતરોમાં કેળનો પાક ઉતારવા ગયાં હતાં. ટ્રેકટરમાં કેળા ભરી તેઓ પરત આવી રહયાં હતાં તે સમયે મધુમતી ખાડી ઉપર ધસમસતા પાણી પસાર થઇ રહ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Aug 04, 2022 | 1:19 PM

ભરૂચ(Bharuch) જિલ્લામાં ઝઘડીયા તાલુકાના ઉચ્છદ ગામ નજીકથી પસાર થતી મધુમતિ ખાડીના ધસમસતા પ્રવાહમાં ટ્રેકટર તણાયાની ઘટના સામે આવી છે .સદનસીબે ટ્રેકટરમાં સવાર તમામ 6 લોકોનો બચાવ થયો છે. પાણીના પ્રવાહ વચ્ચે રસ્તાની સાઈડ ઉપર ઉતરી ગયેલું ટ્રેકટર તણાઈ જળસમાધિ લે તે પૂર્વે તેમાં સવાર તમામ 6 લોકો સમયસુચકતા વાપરી ખાડીમાંથી બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો હતો.

ઉચ્છદ ગામના 6 લોકો ટ્રેકટર લઇને રાજપરા ગામની સીમમાં આવેલાં ખેતરોમાં કેળનો પાક ઉતારવા ગયાં હતાં. ટ્રેકટરમાં કેળા ભરી તેઓ પરત આવી રહયાં હતાં તે સમયે મધુમતી ખાડી ઉપર ધસમસતા પાણી પસાર થઇ રહ્યા હતા. પાણીમાં રસ્તો નજરે પડતો ન હતો. ખાડીના વચ્ચેના ભાગમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. ટ્રેકટર અટકી ગયું હતું અને રસ્તા ઉપરથી યાત્રી પાણીમાં ખેંચવા લાગ્યું હતું. ચાલાક સહીતના 6 લોકો ફસાયા હતા. આ તમામ એકબીજાના સહારે ટ્રેકટરમાંથી નીચે ઉતરી કિનારે પહોંચી જતા તેમનો બચાવ થયો હતો.

ધોળી ડેમ ઓવરફલો થઇ રહયો હોવાથી મધુમતિ ખાડીનો પ્રવાહ વધતો છે. તાજેતરમાં અંકલેશ્વરના પિલુદ્રા ગામે ખાડીના ધસમસતા પાણીમાંથી ટ્રેકર લઈ પસાર થવાનો પ્રયાસ કરનાર 4 લોકોના તણાઈ જવાની ઘટના બની હતી. આ ઘટનામાં ૪ લોકો તણાયા હતા જે પૈકી ૩ ને બચાવી લેવામાં સફળતા મળી હતી જયારે 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

જોખમી અવર-જ્વરની વાત કરીએતો ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના 5 ગામ રાજપરા, રૂપણીયા, મોટા સોરવા, નાના સોરવા, હરીપુરા અને ઉચ્છદ ના લોકો દરરોજ મોત સાથે બાથ ભીડવા મજબુર છે. 5 ગામને તાલુકામથક સાથે જોડતો માર્ગ ધસમસતા પાણીમાંથી પસાર થતો હોવાથી બાળકોના શાળાએ જવાથી લઈ નોકરિયાતોને કામ ઉપર જવા અને બીમારોને હોસ્પિટલ લઈ જવા પાણીમાંથી પસાર થવું પડે છે.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati