Rain News : હિંમતનગરમાં જળબંબાકાર ! ઈન્દ્રનગર અંડરપાસમાં પાણી ભરાયા, અવનીપાર્ક સોસાયટીમાં 15 ગાડી પાણીમાં ગરકાવ- Video
મેઘરાજાએ ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોને ઘમરોળી નાખ્યા છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મોડી રાતથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઈન્દ્રનગર રેલવે અન્ડરપાસમાં પાણી ભરાયા છે.
મેઘરાજાએ ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોને ધમરોળી નાખ્યા છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મોડી રાતથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઈન્દ્રનગર રેલવે અન્ડરપાસમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાઈ જતા અવરજવર બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં પણ પાણી ભરાયા છે. જેમાં અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ થયા છે.
હિંમતનગરમાં ખાબક્યો ધોધમાર વરસાદ
ઉલ્લેખનીય છે કે હિંમતનગર શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરના બેરણાં રોડ, ડેમાઈ રોડ, ગાયત્રી મંદિર રોડ, મહાકાળી મંદિર, સહકારી જીન, ટીપી રોડ, સહિતના વિસ્તારોમાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. વરસાદના કારણે સોસાયટીઓમાં ઘુંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા. જેના કારણે રહીશોએ પાણી નિકાલ માટે ભારે મથામણ કરવી પડી. તો આ સાથે શહેરના અવનીપાર્ક સોસાયટીમાં રાખેલી 15 જેટલી ગાડીઓ પાણીમાં ડૂબી હતી. તો શહેરમાં બળવંતપુરા વિસ્તાર સહિતના રેલવે અંડર પાસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
