GUJARAT : 25 જુલાઈએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, જુઓ વરસાદના 25 દૃશ્યો એક સાથે

GUJARAT : રાજ્યમાં 25 જુલાઈએ 209 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, 13 તાલુકામાં ચારથી સાત ઈંચ, 26 તાલુકામાં 2થી 3 ઈંચ અને 110 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જુઓ વરસાદના 25 દ્રશ્યો એક સાથે આ વિડીયોમાં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 7:45 AM

GUJARAT : રાજ્યમાં 25 જુલાઈએ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ગુજરાતમાં પાછલા 12 કલાકમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુર અને લોધિકામાં સાત ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના 13 તાલુકામાં ચારથી સાત ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. 26 તાલુકામાં 2થી 3 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તો 110 તાલુકા એવા છે જ્યાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે 26 જુલાઈને સોમવારે પણ રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની ઋતુનો 27 ટકા વરસાદ પડી ચુક્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">