Ahmedabad : રામ રાખે તેને કોણ ચાખે ? અમદાવાદમાં 3 વર્ષની બાળકી પર ચઢી ગઇ કાર, બાળકીનો ચમત્કારિક બચાવ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 29, 2025 | 1:32 PM

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાંથી પણ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના નોબલનગર વિસ્તારમાં થયેલા અકસ્માતના CCTV ફૂટેજ જોઈને કોઈના પણ શ્વાસ થંભી જાય તેવી છે તેવી ઘટના સામે આવી છે.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાંથી પણ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના નોબલનગર વિસ્તારમાં થયેલા અકસ્માતના CCTV ફૂટેજ જોઈને કોઈના પણ શ્વાસ થંભી જાય તેવી છે તેવી ઘટના સામે આવી છે. શિવ બંગલામાં બાળકી કોમન પ્લોટમાં રમી રહી હતી. ત્યારે અચાનક એક કારે બાળકી પર ચઢી જાય છે.

કારના માલિક સામે ફરિયાદ દાખલ

કારચાલક કારને રોકે પણ ત્યાં સુધીમાં બાળકી કાર નીચે આવી ગઈ હતી. કાર થોડી આગળ નીકળી જાય છે. અકસ્માત બાદ આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યાર પછી કારચાલક નીચે ઉતરીને જુએ છે ત્યારે બાળકી એકદમ હેમખેમ હતી. આ સમગ્ર ઘટનામાં કાર ઉપરથી પસાર થયા બાદ પણ બાળકીને ઊની આંચ પણ નથી આવતી અને ચમત્કારિક રીતે બાળકીનો બચાવ થાય છે. કારનું ટાયર બાળકીથી દૂર રહેતા બાળકી ઉપરથી કાર પસાર થઈ ગઈ હતી અને બાળકીને કશુ થયું ન હતુ.

પોલીસ તપાસમાં કારચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. કારચાલક સગીર વયનો હોવાનું સામે આવ્યું છે. બેદરકારી અને ગફલતભરી રીતે ગાડી ચલાવવા બદલ પોલીસે કારચાલક સગીર સામે ફરિયાદ દાખલ કરી છે. કારચાલક અને કારના માલિક સામે પોલીસે ફરિયાદ નોંધી છે. કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કારચાલક વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો