પરીક્ષા પારદર્શી બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધો મહત્વનો નિર્ણય, શું સુધરશે યુનિવર્સિટીની છબી ?

Rajkot : અનેક વખત પરીક્ષાની ગેરરિતીને લઈને વિવાદોમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલ પોતાની છબી સુધારવા મથામણ કર રહી છે.

પરીક્ષા પારદર્શી બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધો મહત્વનો નિર્ણય, શું સુધરશે યુનિવર્સિટીની છબી ?
Saurashtra University
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

May 24, 2022 | 9:54 AM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurastra University) અંતર્ગત આવતી કોઈ પણ કોલેજની પરીક્ષાના સીસીટીવી (CCTV) હવે જાહેર જનતા પણ જોઈ શકશે. તેમજ પરીક્ષા દરમિયાન યુનિવર્સિટીની દરેક કોલેજના CCTV યુઝર ID લોકો માટે ખુલ્લા મુકાશે. યુનિવર્સિટીની છબી સુધારવા અને માસ કોપી તેમજ ચોરીની ઘટના અટકાવવા યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીના 54મા સ્થાપના દિને ઇન્ચાર્જ કુલપતિ ડૉ.ગિરીશ ભીમાણીએ આ અંગે જાહેરાત કરી હતી.

વિદ્યાનું ધામ નહીં, વિવાદોનું ઘર બનેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

અનેક વખત પરીક્ષાની ગેરરિતીને લઈને વિવાદોમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલ પોતાની છબી સુધારવા મથામણ કર રહી છે. બીજી તરફ સેનેટની ચૂંટણીને લઈને યુથ કોંગ્રેસે મોરચો માંડ્યો છે.તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ટર્મ આગામી 23 મેનાં રોજ પૂર્ણ થઈ હતી. નિયમ પ્રમાણે આ ટર્મ પૂર્ણ થયાનાં 50 દિવસ અગાઉ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું હોય છે. પરંતુ કોઈ કારણોસર આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં વિલંબ થવાને લઈ યુથ કોંગ્રેસે મોરચો માંડ્યો છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેનેટની ચૂંટણી(Senate election) જાહેર ન કરાતા યુથ કોંગ્રેસે ચાલુ કાર્યક્રમમાં વિરોધ નોંધાવ્યો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્થાપના દિવસના કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્ટેજ પર ચઢી ગયા હતા અને ચૂંટણી જાહેર કરવા માગણી કરી હતી. જો કે કાર્યક્રમમાં થયેલા વિરોધને પગલે પોલીસે યુથ કોંગ્રેસના(Youth Congress) કાર્યકરોની અટકાયત કરીને મામલો થાળે પાડ્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati