Surat : માંડવીમાં 2 બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 3 યુવકના મોત, પરિવારમાં શોકનો માહોલ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 29, 2025 | 2:48 PM

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. સુરતના માંડવીમાં 2 બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 યુવકના મોત નિપજ્યાં છે. માંડવીના લીમડા ગામ પાસે 2 બાઈક અથડાતા 2 યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.

માંડવીમાં 2 બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત

અકસ્માતની ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સુરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 2 યુવકોને સારવાર અર્થે ખસેડે તે પહેલા જ તેમના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતં. જો કે સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં 3 યુવકે જીવ ગુમાવ્યો છે જેના કારણે તેમના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. જેથી ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસે પણ તપાસ હાથ ધરી છે. તેમજ કડક કાર્યવાહી કરવા માટે પરિવારને સાંતવના આપી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો