આણંદ વીડિયો : બોરસદ પાસે રેતી ભરેલા ટ્રક નીચે ઘુસી ગઇ કાર, અકસ્માતમાં ત્રણ લોકોના મોત

આણંદ વીડિયો : બોરસદ પાસે રેતી ભરેલા ટ્રક નીચે ઘુસી ગઇ કાર, અકસ્માતમાં ત્રણ લોકોના મોત

| Edited By: | Updated on: Jan 08, 2024 | 12:46 PM

આણંદ જિલ્લાના બોરસદ પાસે ખૂબ જ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે આજે સવારે રેતી ભરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ હતી.

આ પણ વાંચો-પાલનપુરમાં 12માં ધોરણનો વિદ્યાર્થી હાર્ટએટેકથી મોતને ભેટ્યો, સવારે શાળાએ જવા ઉઠ્યો જ નહીં

બોરસદના ઝાલોકા પાસે આજે વહેલી સવારે રેતી ભરેલા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. જેમાં કારમાં સવાર ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્રણેય યુવાનો બોરસદના જંત્રાલના વતની હોવાનું સામે આવ્યુ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહોને જેસીબીથી કારના પતરાં ઊંચા કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.ત્રણ કલાકની જહેમત બાદ તમામ 3 મૃતદેહને બહાર કાઢી લેવાયા હતા.