ખેડા વીડિયો : સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી, 2 લાખથી વધારે શ્રધ્ધાળુએ કર્યા દર્શન

ખેડા વીડિયો : સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી, 2 લાખથી વધારે શ્રધ્ધાળુએ કર્યા દર્શન

| Edited By: | Updated on: Jan 25, 2024 | 4:04 PM

ખેડાના નડિયાદના સંતરામ મંદિરમાં બોર પૂનમ તરીકે અનેરુ મહત્વ છે. બાળક બોલતુ ન હોય તો બોર ચઢાવવાની બાધા રાખવામાં આવતી હોય છે. ત્યારે આજે 2 લાખથી વધુ લોકોએ આજે પોતાનું બાળક બોલતું થતા બાધા પૂર્ણ કરી છે.

ખેડા જિલ્લાના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. સંતરામ મંદિરમાં બોર પૂનમ તરીકે અનેરુ મહત્વ છે. બાળક બોલતુ ન હોય તો બોર ચઢાવવાની બાધા રાખવામાં આવતી હોય છે. ત્યારે આજે 2 લાખથી વધુ લોકોએ આજે પોતાનું બાળક બોલતું થતા બાધા પૂર્ણ કરી છે.આજે વિશેષ દિવસે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો સંતરામ મંદિરમાં ઉમટી પડ્યા હતા.અને હજારો કિલો બોર ભાવિ ભક્તો દ્વારા ચઢાવવામાં આવ્યા હતા.

બીજી તરફ આજે પોષી પૂનમે મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે.અંબાજી ખાતે પોષી પૂનમનો અનેરો મહત્વ છે.ત્યારે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોનો શણગાર કરાયો છે.ત્યારે આજે વિશેષ દિવસે મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહાશક્તિ યજ્ઞનું આયોજન કરાયું છે.જેમાં માતાજીને વિવિધ શાકભાજીના અન્નકૂટ ધરાવાયા છે.આ સાથે સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.આ મંગળા આરતીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો