બનાસકાંઠા: રતનપુર ગામે ભાગવત સપ્તાહનું આયોજન, 1000 થી વધારે મહિલાઓએ હાથ પર રામ નામ લખાવ્યું
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં માહોલ રામમય માહોલ સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લામાં એક ગામે એક હજાર જેટલી મહિલાઓએ હથેળીમાં શ્રી રામ નામની મહેંદી મુકાવી છે. રતનપુર ગામે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યાં આ મહિલાઓએ ભાગવત કથામાં રામ નામની મહેંદી મુકાવીને હિસ્સો લીધો છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ માહોલ રામમય બન્યો છે. અહીં અક્ષત નિમંત્રણ સ્વિકારવા માટે 36 ગામના લોકો ડીજે અને વિશાળ યાત્રા સાથે પહોંચ્યા હતા. જે માહોલ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. હાલમાં પાલનપુર તાલુકાના રતનપુર ગામે ભાગવત કથા ચાલી રહી છે. આ દરમિયાન સ્થાનિક મહિલાઓએ રામ નામની મહેંદી મુકાવી છે.
આ પણ વાંચોઃ ભારતના આ સુંદર પ્રદેશમાં પૂર્વ મંજૂરી વિના ત્યાંની ધરતી પર પગ પણ મુકી શકાતો નથી, જાણો
સપ્તાહના છઠ્ઠા દિવસે 1 હજાર કરતા વધારે મહિલાઓએ હાથ પર શ્રી રામના નામ મહેંદીથી લખાવ્યુ છે. મહિલાઓએ એક સાથે શ્રીરામના નારા ગાવા સાથે હાથમાં મહેંદી મુકાવી હતી. આમ અયોધ્યા મહોત્સવને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેરો ઉત્સાહ છવાયેલો છે. અને જેને લઈ હવે દરેક ગામ ગામ મહોત્સવની ખુશીઓનો ભાવ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 07, 2024 08:55 AM
