મહેસાણાઃ કરિયાણાની દુકાનમાંથી તસ્કરે રોકડને બદલે ગોળ-ખાંડ અને તેલની કરી ચોરી, જુઓ CCTV
મહેસાણા જિલ્લાના કડીમાં તસ્કરોએ ફરી એકવાર ત્રાટક્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી મહેસાણા જિલ્લામાં તસ્કરોના આંટા ફેરા વધ્યા છે અને ચોરીઓના બનાવો નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન કડી તાલુકામાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં તસ્કર સીસીટીવીમાં કેદ થયો છે. જોકે તસ્કરોની આ ચોરી ચર્ચાનું કારણ બની છે, કારણ કે તેઓએ રોકડને બદલે જીવન જરુરી ચીજોની ચોરી કરી હતી.
મહેસાણા જિલ્લામાં તસ્કરોને લઈ સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. વારંવાર ચોરીની ઘટનાઓ લોકોને પરેશાન કરાવી રહી છે અને માલ મિલકતનું નુક્સાન વેઠવું પડી રહ્યું છે. આ દરમિયાન વધુ એક ચોરીની ઘટના કડીમાં સામે આવી છે. જેમાં કડીના મોકાસણ ગામે તસ્કર કરિયાણાની દુકાનમાંથી ચોરી થઈ છે.
આ પણ વાંચો: લક્ષદ્વીપની અદ્ભૂત સુંદરતાના વીડિયો મચાવવા લાગ્યા ધૂમ, જોઈને માલદીવ ભૂલાઈ જશે, જુઓ
ચોરીની ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જેમાં તસ્કર પણ નજર આવી રહ્યો છે. તસ્કર દુકાનમાંથી રોકડ ચોરી કરીને લઈ જવાને બદલે કરિયાણાની દુકાનમાંથી ખાંડ અને 10 કિલો ગોળ અને એક સિંગતેલનો ડબ્બો ચોરી કરી ગયો હતો. આમ તસ્કરે રોકડની ચોરી નહીં કરતા અનેક તર્કવિતર્ક ઘટનાને લઈ સર્જાયા છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 07, 2024 05:16 PM
