8 અને 9મી સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, હવામાન વિભાગે કરી આગાહી

Rain Forecast in Gujarat : ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 7, 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

GANDHINAGAR : ચોમાસાની ચાલુ સિઝનમાં ભારે રાહ જોવડાવ્યા બાદ હવે બીજા રાઉન્ડમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આજે 7 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે.બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે.જેના પગલે મેટ્રો સિટી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 8મી સપ્ટેમ્બરથી માંડીને 14 સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે, તો કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડશે. હવામાન વિશેષજ્ઞો માની રહ્યા છે કે સારા વરસાદને પગલે રાજ્યમાં વરસાદની પડી રહેલી ઘટ પુરાશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 8 અને 9મી સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશેખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે.ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.એટલે કે આવનારા 48 કલાકો રાજ્યના માથે કાચુ સોનું વરસશે.અને ગુજરાતની ધરતી હરિયાળી થશે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 7, 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત , દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

તેમજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જયારે દરિયા કિનારાના જિલ્લામાં પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 50 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, તેમજ છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.જેના લીધે ડેમો અને નદીઓમાં નવા નીર પણ આવ્યા છે. તેમજ વરસાદની ઘટ પણ ઘટી છે.

આ પણ વાંચો : RAJKOT : RMCના 69 ખાલી આવાસ પૈકી 41 પર ગેરકાયદેસર કબજો, કડક કાર્યવાહી કરવામાં આવશે

Click on your DTH Provider to Add TV9 Gujarati