મહેસાણામાં તસ્કરો બેફામ! કડીમાં ધોળે દહાડે તસ્કરો મંદિરમાં ત્રાટક્યા, જુઓ CCTV વીડિયો
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ કાસવા ગામે ધોળે દિવસે મંદિરની દાનપેટીની ચોરી કરવા માટે તસ્કર ત્રાટક્યાની ઘટના સામે આવી છે. મહેસાણા સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ચોરીની ઘટનાઓ દિવસે દિવસે વધતી જઈ રહી છે. આ દરમિયાન તસ્કરોએ હવે ધોળે દિવસે ચોરીની ઘટનાઓને અંજામ આપવા લાગ્યા છે.
કડીના કાસવા ગામે ધોળે દહાડે તસ્કરો ત્રાટકવાની ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી કડી અને આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓનું પ્રમાણ વધ્યુ છે. આવી જ રીતે હવે તસ્કરોએ બેફામ બન્યા હોય એમ ધોળે દિવસે ચોરીની ઘટનાઓને અંજામ આપવા લાગ્યા છે. કડીના કાસવા ગામે આવી જ ઘટના સામે આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં સ્વચ્છતા માટે નવી પહેલ, વેસ્ટમાંથી ‘બેસ્ટ’ કોલસાનું પ્રોડક્શન શરુ કર્યુ
કાસવા ગામે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરની દાનપેટીને તોડીને તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પૂજારીના પુત્રને તસ્કરોએ ત્રાટક્યાનું જણાતા બૂમા બૂમ કરી મુકી હતી. જેને લઈ તસ્કરો ઝડપાઈ જવાના ડરથી ભાગ્યા હતા. જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેને આધારે હવે સ્થાનિક પોલીસે તપાસ શરુ કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
