સુરત અને રાજકોટમાં ચોર ટોળકી બેફામ, 3 ચોર સીસીટીવી કેમેરામાં થયા કેદ, જુઓ વીડિયો
રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરત અને રાજકોટમાં ફરી એક વાર તસ્કરો ત્રાટક્યા છે. સુરતના કીમ ગામના ગણેશ નગરમાં વૃદ્ધાને બંધક બનાવી લૂંટ ચાલવાઇ હોવાની ઘટના સામે આવી છે.
રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરત અને રાજકોટમાં ફરી એક વાર તસ્કરો ત્રાટક્યા છે. સુરતના કીમ ગામના ગણેશ નગરમાં વૃદ્ધાને બંધક બનાવી લૂંટ ચાલવાઇ હોવાની ઘટના સામે આવી છે. ઘરમાં પ્રવેશી વૃદ્ધાનું મોઢુ દબાવી ઘરેણાં અને રોકડની લૂંટ ચલાવી હતી.
વૃદ્ધાનો પરિવાર ઘરમાં ઉપરના માળે સૂતો હતો. જ્યારે વૃદ્ધા ઘરમાં નીચે એકલા હતા. ત્યારે કારમાં આવેલા લૂંટારૂઓ લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.તો રાજકોટના કાલાવડ રોડ પર બુકાનીધારી ચોર ટોળકી ત્રાટકી હતી.સહજાનંદ વાટિકામાં કર્મચારીનું બાઈક, મજૂરી કામ કરતા મજૂરના 2 મોબાઈલની ચોરી કરી હતી. તો આસપાસના ઘરમાં ચોરી માટે પણ પ્રયાસ કર્યો હતો.ચોર ટોળકીનાં ત્રણ શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
