આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે, આવતીકાલથી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો થશે ઘટાડો

આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. તપમાન 43 ડિગ્રી સુધી રહી શકે છે. આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી લોકોને ગરમીથી રાહત મળી શકે છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

May 20, 2022 | 5:05 PM

Gujarat: આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે (Dry weather) તેવી આગાહી કરવામાં આવી છે. તપમાન 43 ડિગ્રી સુધી રહી શકે છે. આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી લોકોને ગરમીથી રાહત મળી શકે છે. આવતીકાલથી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો થશે ઘટાડો થઈ શકે છે. ગઈકાલે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં હતું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં અત્યારે વરસાદ મામલે કોઈ આગાહી નથી. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં થઈ વરસાદ શકે છે. આ આગાહી મુજબ 4થી 5 દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

અમદાવાદમાં વૈશ્વિક કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું 29મી મેના રોજ ગૃહ મંત્રી અમિત શાહ કરશે ભૂમિપૂજન

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં બની રહેલા વૈશ્વિક કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું 29મી મેના રોજ ભૂમિ પૂજન કરવામાં આવશે. આ ભૂમિ પૂજન  દેશના ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવશે. જેમાં અંદાજિત 800 કરોડના ખર્ચે આ સંકુલ બનવા જઈ રહ્યું છે જે અમદાવાદને એક વૈશ્વિક ઓળખ અપાવશે. આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં ખેલાડીઓ 7 જેટલી રમતો રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે છે. શહેરમાં SVP હોસ્પિટલ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ હવે શહેરમાં વધુ એક નવું નજરાણું ઉમેરાશે.નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 19 એકર જમીનમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી છે. કેન્દ્રથી ગુજરાત સરકારને ગ્રાન્ટ આપવામાં આવશે, જેને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati