GUJARAT: ધોરણ 12ની પરીક્ષા આગામી પહેલી જુલાઈથી વર્તમાન પધ્ધતિએ લેવાશે

GUJARAT: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બે ભાગમાં લેવાશે. જે બન્ને ભાગની પરીક્ષાના માર્કસ 50-50 હશે. સામાન્ય પ્રવાહમાં 100 માર્કની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે.

| Updated on: May 25, 2021 | 4:58 PM

GUJARAT: ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષા આગામી પહેલી જુલાઈ 2021થી લેવાની જાહેરાત મુખ્યપ્રધાને કરી છે. ધોરણ 12ની પરીક્ષા વર્તમાન પધ્ધિતિએ જ લેવાની પણ જાહેરાત કરતા મુખ્યપ્રધાને કહ્યું છે કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બે ભાગમાં લેવાશે. જે બન્ને ભાગની પરીક્ષાના માર્કસ 50-50 હશે. સામાન્ય પ્રવાહમાં 100 માર્કની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોનાના વર્તમાન સંક્રમણને ધ્યાને લઈને ધોરણ 12ની પરીક્ષા યોજવા માટે વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યુ છે. આશરે 6.83 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યના ઘડતર માટે પરીક્ષા પહેલી જુલાઈએ યોજવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બે ભાગ પૈકી પહેલા ભાગમાં પ૦ ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિએ પરીક્ષા લેવાશે. ભાગ-2 માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 માર્કની પરીક્ષા લેવાશે. જે કુલ ત્રણ કલાકની પરીક્ષા રહેશે.

કેટલા વિદ્યાર્થીઓ નોંધાયા ?
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષા રાબેતા મુજબની વર્તમાન પદ્ધતિએ યોજવાનું નક્કી કરાયુ છે. ગુજરાતભરમાં 1,40,000 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં અને 5,43,000 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ 6,83,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે નોંધાયા છે.

શાળાની નજીક પરીક્ષા કેન્દ્ર
મુખ્યપ્રધાને કહ્યુ કે, દરેક વિદ્યાર્થીને તેમની શાળાની નજીકમાં જ પરીક્ષા સેન્ટર મળી રહે તે માટે આ વર્ષે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. દરેક પરીક્ષા કેન્દ્રમાં કોરોનાની ગાઈડલાઉનનુ ચુસ્ત પાલન કરવામાં આવશે.

વર્ગખંડમાં 20 જ વિદ્યાર્થીઓ
કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા સાથે એક વર્ગખંડમાં વધુમાં વધુ 20 જ પરીક્ષાર્થીઓનો સમાવેશ કરવાનું નક્કી કર્યું છે. જેના કારણે આ વર્ષે વધુ ને વધુ પરીક્ષા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે.

કોરોનાથી બિમાર હોય તેમના માટે પુનઃતક
કોરોના કે અન્ય સંબંધિત કારણોસર જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં ગેરહાજર રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના 25 દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજવાની પણ જાહેરાત શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">