ઇદ-એ-મિલાદની ગાઈડલાઈનને લઈને રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા, જુલૂસમાં રહેશે આ મુજબની માનવ મર્યાદા

ઇદના તહેવાર પહેલા 17 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારે જુલૂસ માટે કોરોના ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ચાલો જાણીએ વિગતવાર.

ઇદ-એ-મિલાદની ગાઈડલાઈનને લઈને સરકારે સ્પષ્ટતા કરી છે. ગઈકાલે ઇદ ઉજવણીની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જેમાં જુલૂસમાં 15 લોકોની હાજરીને માન્યતા અને એક વાહનની માન્યતા આપવામાં આવી હતી. જેમાં હવે સ્પષ્ટતા કરવામાં આવી છે કે મર્યાદિત વિસ્તારમાં જુલૂસ નીકળશે તો 400 લોકો સુધીજ જુલૂસમાં ભાગ લઇ શકશે. ઇદની ઉજવણીમાં જુલૂસની માનવ મર્યાદાને લઈને ગૃહ વિભાગની સ્પષ્ટતા સામે આવી છે.

જણાવી દઈએ કે નવરાત્રી અગાઉ જાહેર ધાર્મિક કાર્યક્રમને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ કોઈ પણ ધાર્મિક યાત્રા શેરી, મોહલ્લા અથવા મર્યાદિત વિસ્તારમાં ફરવાની હોય તો 400 વ્યક્તિઓની મર્યાદા છે. આ મુજબ જ નવરાત્રીમાં શેરી ગરબાની મંજુરી આપવામાં આવી હતી. એ જ રીતે જુલૂસમાં પણ એક જ વિસ્તારમાં નીકળતા જુલૂસને 400 લોકોની મંજુરી આપવામાં આવી છે. પરંતુ કોઈ યાત્રા જુલૂસ સ્વરૂપે એકથી વધુ વિસ્તારમાં નીકળશે તો 17 ઓક્ટોબરના જાહેરનામા મુજબ 15 માણસોની મર્યાદા રહેશે.

જણાવી દઈએ કે ગઈ કાલની ગાઈડલાઈન અનુસાર 19 ઓક્ટોબરે ઇદનું જુલૂસ માત્ર એક જ દિવસ કાઢી શકાશે. આ ઉપરાંત મહત્તમ 15 વ્યક્તિ અને એક જ વાહનનો જુલૂસમાં મંજુરી આપવામાં આવી હતી. જેના પર સરકારે સ્પષ્ટતા કરી છે. તેમજ ઉજવણીમાં નીકળતું જુલૂસ જે વિસ્તારનું હશે ત્યાં જ ફરી શકશે. જેને લઈને પણ મંત્રાલયે ચોખવટ કરી છે. અને જુલૂસ શક્ય તેટલું જલ્દી પૂર્ણ કરવાની વાત તેમાં કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Vadodara : લૂંટના ઇરાદે સોની વેપારી પર ફાયરિંગ, વેપારીને પહોંચી સામાન્ય ઇજા

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયાનો વિવાદ, આજે કુલપતિ શિક્ષણ વિભાગને સોંપી શકે છે રિપોર્ટ

Click on your DTH Provider to Add TV9 Gujarati