ગુજરાતમાં લોકડાઉન નાખવુ કે નિયંત્રણો લાદવા તેનો આખરી ફેસલો આજે સાંજે કરાશેઃ મુખ્યપ્રધાન

રાજ્ય સરકારે 29 શહેરોમા લાદેલ કરફ્યુ અને લોકડાઉન ( Lockdown ) જેવા નિયંત્રણોની મુદત આવતીકાલ 5મી મે 2021ના રોજ પૂરી થઈ રહી છે. ત્યારે આ 29 શહેરોમાં કે વધુ શહેરોમાં લોકડાઉન નાખવું કે વધુ કડક નિયંત્રણો લગાવવા તેનો નિર્ણય આજે સાંજે કરવાની જાહેરાત મુખ્યપ્રધાને કરી છે.

| Updated on: May 04, 2021 | 2:38 PM

ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાને રાખીને આગામી દિવસોમાં લોકડાઉન ( Lockdown ) કરવું કે નિયંત્રણો લાદવા તે અંગે આજ સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવશે તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સુનામીની માફક પ્રસરી ચૂકી છે. શહેરીકક્ષાએ મર્યાદીત રહેલ કોરોનાએ ગુજરાતના ગ્રામ્યકક્ષાએ પણ પગપેસારો કરી દીધો છે. કોરોનાનો વ્યાપ રોકવા માટે ગુજરાત સરકારે પહેલા વીસ શહેરોમાં રાત્રી કરફ્યુ લગાવી દીધો હતો. આમ છતા કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવવાને બદલે વધુ કફોડી થઈ હતી. આથી સરકારે અન્ય વધુ નવ શહેરો સહીત કુલ 29 શહેરોમાં રાત્રીના 8થી બીજા દિવસના સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવ્યો હતો.

ગુજરાતના 29 શહેરોમાં રાત્રી કરફ્યુની સાથેસાથે આવશ્યક ચીજવસ્તુ સિવાયની તમામ દુકાનો, બજારો, એપીએમીસી માર્કેટ, ધાર્મિક સ્થળો, મોલ, શોપિગ સેન્ટર, સલુન સહીતનાને આગામી 5મી મે 2021 સુધી બંધ રાખવાનો આદેશ કર્યો હતો. ગુજરાત સરકારે 29 શહેરોમા લાદેલ કરફ્યુ અને લોકડાઉન જેવા નિયંત્રણોને કારણે કોરોનાની સ્થિતિ આંશિક કાબુમાં આવી છે. જો કે કોરોનાના કેસ તો સામે આવી જ રહ્યાં છે.પરંતુ તેની સામે દાખલ દર્દીઓનો રિકવરી રેટ વધ્યો છે. જેના કારણે હોસ્પિટલોમાં કોરોનાના ગંભીર દર્દીઓને સારવાર માટે જગ્યા મળી રહી છે.

રાજ્ય સરકારે 29 શહેરોમા લાદેલ કરફ્યુ અને લોકડાઉન જેવા નિયંત્રણોની મુદત આવતીકાલ 5મી મે 2021ના રોજ પૂરી થઈ રહી છે. ત્યારે આ 29 શહેરોમાં કે વધુ શહેરોમાં લોકડાઉન નાખવું કે વધુ કડક નિયંત્રણો લગાવવા તેનો નિર્ણય આજે સાંજે કરવાની જાહેરાત મુખ્યપ્રધાને કરી છે. આજે સાંજે ગાંધીનગરમાં કોર કમિટીની મળનારી બેઠકમાં, અત્યાર સુધીની કોરોનાની સ્થિતિની સમિક્ષા કરવામાં આવશે. અને તેના આધારે લોકડાઉન નાખવુ કે નિયંત્રણો લાદવા તેનો આખરી ફેસલો કરાશે.

દરિમાયના ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કોરોનાની કપરી સ્થિતિમાં સરકાર દ્વારા લેવાતા પગલાઓ સંબધે સુઓમોટો રીટ દાખલ કરી છે. સુઓમોટો રીટની  સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને અનેક પ્રકારે, નિર્દેશો આપ્યા હતા. જે પૈકીનું પાલન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારે હાઈકોર્ટે આપેલા નિર્દેશોને લગતુ અને સરકાર દ્વારા કોરોનાની વકરેલી સ્થિતિને કાબુમાં લેવા માટે કરેલ કામગીરીનો સોગંદનામામાં  ઉલ્લેખ કર્યો છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">