Gujarati Video : સુરતના મોટા વરાછાની પરિણીતાના આપઘાત કેસમાં મૃતકના પિતાએ સાસરી પક્ષના 7 સભ્ય વિરુદ્ધ કરી ફરિયાદ, 3 આરોપીની ધરપકડ
પિતાની ફરિયાદના આધારે પોલીસે મૃતક પરિણીતાના સાસુ-સસરા અને એક નણદોઇની ધરપકડ કરી લીધી છે. આ ગુનામાં હજુ પરિણીતાનો પતિ ઇઝરાયલમાં છે. જેના પાસપોર્ટ સહિતની ડિટેઇલ્સ મેળવી તેને આગામી દિવસોમાં ભારત લાવવા માટે પોલીસ કાર્યવાહી કરશે.
સુરતના મોટા વરાછામાં પરિણીતાના આપઘાત કેસમાં મૃતકના પિતાએ સાસરી પક્ષના 7 સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પિતાની ફરિયાદના આધારે પોલીસે મૃતક પરિણીતાના સાસુ-સસરા અને એક નણદોઇની ધરપકડ કરી લીધી છે. આ ગુનામાં હજુ પરિણીતાનો પતિ ઇઝરાયલમાં છે. જેના પાસપોર્ટ સહિતની ડિટેઇલ્સ મેળવી તેને આગામી દિવસોમાં ભારત લાવવા માટે પોલીસ કાર્યવાહી કરશે.
આ ઉપરાંત નણંદ સહિતના બાકીના આરોપીઓ ફરાર છે. આ દરમિયાન મૃતક પરિણીતા અને તેના પિતા વચ્ચે થયેલી વાતચીતની એક ઓડિયો ક્લીપ પર બહાર આવી છે. જેમાં મૃતક પરિણીતા તેના સાસરીયા પક્ષના લોકો પરેશાન કરાતા હોવાની ફરિયાદ પોતાના પિતાને કરતી સાંભળવા મળે છે.
તો બીજી તરફ પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવવાના કારણે પરિવાર શોકમાં ડૂબેલો છે. પરિવારજનોને શંકા છે કે સાસરી પક્ષના લોકોએ પોતાની વગનો ઉપયોગ કરીને હોસ્પિટલમાં સારવાર આપતા ડૉક્ટરોને વહેલી સારવાર ન કરે તે માટે પણ પ્રયાસ કર્યો હતા. આ સાથે પરિવારજનો પોતાની દીકરીના આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી રહ્યા છે.