કોણ કહે છે સિંહોના ટોળા ના હોય, જુઓ ટોળામાં રહેતા સિંહોનો VIDEO

ધોમધખતો ઉનાળો ફક્ત માણસોને જ નહિ, પ્રાણીઓને પણ અકળાવી રહ્યો છે. ગીર સફારી પાર્કની ડેડકડી રેન્જમાં બળબળતા તાપથી કંટાળેલો 14 સાવજોનો પરિવાર પરિવાર વૃક્ષની ઠંડી છાંયડીમાં આરામ ફરમાવતો જોવા મળ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

May 19, 2022 | 8:42 PM

Junagadh: ધોમધખતો ઉનાળો ફક્ત માણસોને જ નહિ, પ્રાણીઓને પણ અકળાવી રહ્યો છે. ગીર સફારી પાર્કની ડેડકડી રેન્જમાં બળબળતા તાપથી કંટાળેલો 14 સાવજોનો પરિવાર પરિવાર વૃક્ષની ઠંડી છાંયડીમાં આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. જેની તસવીરો તથા વીડિયો સામે આવ્યા છે. ગીર જંગલના સફારી કમ ગાઈડ જીતુ સિંધવે આરામ ફરમાવતા આ સાવજ પરિવારને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. 5 સિંહણ, 1 નર અને 8 જેટલા સિંહબાળનું ટોળું કૃત્રિમ વોટર પોઇન્ટ પાસે ઠંડકની મોજ માણતું જોવા મળ્યું હતું.

નકલી બિયારણથી ખેડૂતને 85 હજાર રૂપિયાનું થયું નુકસાન

જૂનાગઢના ભેંસાણ તાલુકાના ગળથ ગામે ખેડૂત દંપતિને નકલી બિયારણ આપી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ખેડૂતનો આક્ષેપ છે કે, એગ્રો એજન્સીએ નકલી બિયારણ આપી દેતા તેમના ખેતરમાં ઉત્પાદન થયું નથી. અને પાક પણ નિષ્ફળ જતા આશરે 85 હજાર રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. ગળથ ગામના પ્રકાશભાઈ અને રેખાબેને એક વિઘામાં કાકડીનું વાવેતર કર્યું હતું જેના માટે જૂનાગઢની જલારામ એગ્રો એજન્સીમાંથી બિયારણ લીધું હતું. પરંતુ બિયારણ નકલી હોવાથી કાકડીનો પાક નિષ્ફળ ગયો અને ખેડૂતને આશરે 85 હજારનું નુકસાન થયું છે.

આ તરફ એગ્રો એજન્સીના વેપારીના જણાવ્યા પ્રમાણે તેઓએ કંપનીનું બિયારણ આપ્યું છે. અને હવામાન ફેરફાર તેમજ ખૂબ જ ગરમી પડવાના લીધે કદાચ પાકનું ઉત્પાદન મોડું શરૂ થઈ શકે અને યોગ્ય સમયે ખેડૂતને દવાનો છંટકાવ કરવાનું ચૂકી હોય એવું બની શકે. આમ વેપારીએ પોતાનો લૂલો બચાવ કર્યો હતો. પરંતુ હકીકત તો એ છે કે, નકલી બિયારણ વેંચતા વેપારીઓનો રાફડો ફાટ્યો છે. ખેડૂતો પાસેથી પુરા ભાવ લઈને નકલી બિયારણ વેંચતા વેપારીઓ સામે કાર્યવાહીની માગ ખેડૂતો કરી રહ્યા છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati