દિવાળીના તહેવારોમાં ભેટની આપ-લે, ગિફ્ટ બોક્સના વેચાણમાં વધારો થયો

નોંધનીય છેકે હિંદુ ધર્મમાં સૌથી મોટો તહેવાર દિવાળીને માનવામાં આવે છે. અને, દરેક હિંદુ લોકોમાં આ પર્વનું મહાત્મય વધારે હોય છે. જેને કારણે દરેક હિંદુ ધર્મના લોકો દિવાળી તહેવારની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે.

દિવાળીના તહેવારોમાં સગા, સંબંધીઓને ગિફ્ટની આપ-લેનું ખાસ મહત્વ છે, તો કોર્પોરેટ કંપની ડ્રાયફ્રૂટ, મીઠાઈ અને ઈલેક્ટ્રિક ચીજોનું કર્મચારીઓને વિતરણ કરે છે. જેના લઈ દિવાળીમાં ફેન્સી બોક્સની મોટા પાયે ખરીદી થાય છે. સુરતમાં પૂંઠા,શણની વેરાઈટીના પેકિંગને લોકો વધુ પસંદ કરી રહ્યાં છે. આવા બોક્સ 500 રૂપિયાથી લઈ 2500 રૂપિયા સુધીના મળે છે. કોરોના કાળમાં બે વર્ષ ધંધો મંદ રહ્યો. જે બાદ ચાલુ વર્ષે બોક્સ કે અન્ય ચીજવસ્તુ માટેના ગિફ્ટ બોક્સનું વેચાણ ફરી એકવાર વધ્યું છે. સુરતમાં કાગળ કે શણના હેન્ડમેડ બોક્સ 45 દિવ્યાંગ બાળકો બનાવે છે, આ બોક્સની અનેક સંસ્થાઓ અને કોર્પોરેટ કંપનીઓ ખરીદી કરે છે, જ્યારે કોર્પોરેટ સેક્ટરમાં લેધર અને પાઈનવુડના બોક્સની વધુ ખરીદી થાય છે,

નોંધનીય છેકે હિંદુ ધર્મમાં સૌથી મોટો તહેવાર દિવાળીને માનવામાં આવે છે. અને, દરેક હિંદુ લોકોમાં આ પર્વનું મહાત્મય વધારે હોય છે. જેને કારણે દરેક હિંદુ ધર્મના લોકો દિવાળી તહેવારની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. તેમાં પણ હિંદુ ધર્મમાં તહેવારો દરમિયાન અલગઅલગ રીતરિવાજો હોય છે. અને, ગિફ્ટ આપવાનું ચલણ પણ દરેક તહેવારોમાં હોય છે. પણ દિવાળીમાં તેનું સવિશેષ મહત્વ છે. જેને કારણે ગિફ્ટ ખરીદીને લઇને પણ લોકોમાં ઉત્સાહ જોવાઇ રહ્યો છે.

 

આ પણ વાંચો : રામ રાજ્યની કલ્પના દુર હતી તે વચ્ચે મોદીજીને લોકોએ સત્તા સોંપી અને લોકો મારા કરતા વધારે એમને ઓળખે છે: અમિત શાહ

આ પણ વાંચો :  “મારી માતાના કહેવાથી મેં નિકાહ કર્યા, એમાં ખોટુ શું છે ?” નવાબ મલિકના આરોપ પર સમીર વાનખેડેનો પલટવાર

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati