કોરોનાને માત આપી ચૂકેલા કોંગ્રેસના ધારાસભ્યે કહ્યુ, ગાઈડલાઈન ના પાળી તેનુ માઠુ પરિણામ ભોગવ્યુ, પરિવારજનોનો પણ જીવ જોખમાવ્યો

કોરોનાની (corona ) વર્તમાન કપરી પરીસ્થિતિથી બચવુ હોય તો કોરોનાની ગાઈડલાઈનનું ( guideline ) પાલન કરવુ જરૂરી. જે અધિકારીઓને ગાળો આપી હતી તે જ અધિકારીઓએ મારો-પરીવારજનોનો જીવ બચાવ્યો, નિયમો પાળો અને જીવ બચાવો

  • Bipin Prajapati
  • Published On - 9:13 AM, 18 Apr 2021

કોરોના (corona ) કેવો ગંભીર પ્રકારનો રોગ છે તે જાણી ચૂકેલા કોંગ્રેસના ધારાસભ્યે કહ્યું કે, મે કોરોનાની ગાઈડલાઈનનું પાલન ના કર્યુ તો મે અને મારા પરીવારજનોએ તેના માઠા પરીણામ ભોગવ્યા છે. કોરોનાની વર્તમાન કપરી પરીસ્થિતિથી બચવુ હોય અને જીવ બચાવવો હોય તો સરકારે જાહેર કરેલી કોરોનાની ગાઈડલાઈનનુ ચુસ્ત પાલન કરવુ જરૂરી હોવાનું ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ( mla lalit vasoya ) કહ્યું છે.

સોશિયલ મિડીયામાં પોતાનો વિડીયો વહેતો કરીને, કોરોના કેવો ગંભીર પ્રકારનો રોગ છે. તેની જાણકારી આપતા ધોરાજીના ( dhoraji ) કોંગ્રેસના ધારાસભ્ય ( congress mla ) લલિત વસોયાએ ( lalit vasoya ) કહ્યું કે, મે કોરોનાને ખુબ જ હળવાશથી લીધો હતો. કોરોનાની જાહેર કરેલ ગાઈડલાઈનનું ક્યાય પણ પાલન નહોતો કરતો.  વિધાનસભામાં પણ અધ્યક્ષની ટકોર છતા ગાઈડલાઈન પાળી નહોતી. જેના માઠા પરિણામ મે ભોગવ્યા છે. ગાઈડલાઈનનું પાલન ન કરવાની સજા મને તો મળી પણ સાથોસાથ મે મારા પરીવારજનોના પણ જીવ જોખમમાં મૂકી દીધા હતા.

કોરોનાથી બચવુ હોય તો સાવચેતી જરૂરી હોવાનું છે તેમ કહીને લલિત વસોયાએ કહ્યુ કે, કોરોનાને કારણે હાલમાં જે રેમડેસિવીર ઈન્જેકશન, ઓક્સિજન, એમ્બ્યુલન્સ અને સ્મશાનગૃહની જે હાલત છે તે હાલતથી બચવુ હોય તો ગાઈડલાઈનનું પાલન કરવુ જરૂરી છે. આ એક મહા ભયાનક રોગ છે. સરકારી તંત્ર રાત દિવસ કામ કરે છે. લોકોના જીવ બચાવવા સરકારી તંત્ર રાત દિવસ એક કરી રહ્યું છે. જે અધિકારીઓને મે ગાળો આપી હતી તે જ અધિકારીઓ મારા અને મારા પરીવારજનોના જીવ બચાવવા ભારે મહેનત કરી છે. અને લોકોના પણ જીવ બચાવવા અથાગ કામ કરતા હોવાનુ મે નજરોનજર નિહાળ્યું છે.

લલિત વસોયાએ સોશિયલ મિડીયામાં વહેતો કરેલા વિડીયો મારફતે લોકોને અપીલ કરી છે કે, કોરોનાની બીજી લહેરમાં હુ ઝપટમાં આવ્યો તે મારી એક ભૂલના કારણે મારો પરીવાર મારા માતૃશ્રી, મારા પત્નિ, મારો પૂત્ર, પૂત્રવધુ અને પૌત્ર કોરોનાથી સંક્રમિત થયા. અનેક યાતનાઓ ભોગવી છે. આવી યાતના ભોગવવા કરતા નિયમોનું પાલન કરો. જરૂર વિના ઘર બહાર ના નિકળો, તંત્રની સરકારની અનેક ભૂલ છે. પણ આ ટીકા કરવાનો સમય નથી. જે રીતે લાઈન લાગે છે તેમાંથી કોઈ બચાવી શકે તો આપણે પોતે અને આપણો પરિવાર જ બચાવી શકે છે.