વડોદરામાં તૈયાર થયેલી 108 ફૂટ લાંબી અગરબત્તીને કમલનયન દાસ મહારાજના હસ્તે પ્રજવલિત કરાઈ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 16, 2024 | 4:05 PM

અયોધ્યા પહોંચ્યા બાદ 108 ફૂટ લાંબી અગરબત્તીને રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્રના કમલનયન દાસ મહારાજના હસ્તે પ્રજવલિત કરવામાં આવી છે. વડોદરાની આ મહાઅગરબત્તી આગામી 21 દિવસ સુધી અયોધ્યાને મહેકાવશે.

વડોદરામાં તૈયાર થયેલી વિશ્વની સૌથી લાંબી અગરબત્તી તેના અંતિમ પડાવ એવા અયોધ્યા પહોંચી ચૂકી છે. 108 ફૂટ લાંબી વિશ્વની સૌથી લાંબી અગરબત્તી વડોદરાના ગૌભક્ત વિહા ભરવાડે તૈયાર કરી છે. અયોધ્યા પહોંચ્યા બાદ 108 ફૂટ લાંબી અગરબત્તીને રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્રના કમલનયન દાસ મહારાજના હસ્તે પ્રજવલિત કરવામાં આવી છે. વડોદરાની આ મહાઅગરબત્તી આગામી 21 દિવસ સુધી અયોધ્યાને મહેકાવશે. જેની સુવાસ આસપાસના 5 કિલોમીટર સુધી ફેલાશે. અગરબત્તી પ્રભુ રામના ચરણોમાં પ્રજ્વલિત કર્યા બાદ વિહા ભરવાડે ખુશી વ્યક્ત કરી.

વડોદરામાં વિશ્વની સૌથી લાંબી અગરબત્તીનું નિર્માણ થયા બાદ તેને અયોધ્યામાં પ્રગટાવી દેવાઇ છે.ત્યારે જુઓ આપની ટીવી સ્ક્રિન પરની આ ત્રણ તસવીર વડોદરામાં મહાનિર્માણ બાદ વાજતે ગાજતે રંગેચંગે પ્રભુ શ્રી રામના નારા સાથે અગરબત્તીને અયોધ્યા તરફ પ્રયાણ કરાવાયું હતુ.

જ્યાં રસ્તે આવતા તમામ શહેરોમાં મહાઅરગબત્તીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. અને રામભક્તોએ અગરબત્તીના દર્શન માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.આપને જણાવી દઇએ કે વિહા ભરવાડના નામે 125 ફૂટ લાંબી અગરબત્તી બનાવવાનો રેકોર્ડ પણ છે.આ અગરબત્તી અયોધ્યા પહોંચાડવા માટે તેઓએ રૂપિયા 5 લાખનો પણ ખર્ચ વેઠ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો