નલિયા ઠુંઠવાયું ! ગુજરાતમાં સૌથી નીચું 8.8 તાપમાન નલિયામાં નોંધાયું, 7 શહરમાં 15 ડિગ્રીથી ઓછુ તાપમાન, જુઓ વીડિયો
ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ઠંડીની સાથે સાથે ગાઢ ધુમ્મસનો પણ લોકો સામનો કરી રહ્યાં છે.જેની અસર મેદાની પ્રદેશોમાં અને ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે.
ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ઠંડીની સાથે સાથે ગાઢ ધુમ્મસનો પણ લોકો સામનો કરી રહ્યાં છે.જેની અસર મેદાની પ્રદેશોમાં અને ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. કાતિલ ઠંડીથી ગુજરાતના મોટા ભાગના શહેરો ઠુંઠવાયા છે.
ગુજરાતમાં ઠંડીના ચમકારાનો અનુભવ થઇ રહ્યો છે. 8.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. તો ગુજરાતના 7 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયુ છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયુ છે.
આ પણ વાંચો-સુરત : અડાજણમાં પાર્ક કારમાં આગ લાગી, ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો, જુઓ વીડિયો
રાજ્યમાં આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડવાની પણ આગાહી છે. ઠંડીને લઇને રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 જાન્યુઆરી બાદ મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. દિવસ-રાતના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. દિવસે પણ ઠંડીના ચમકારાનો લોકોને અનુભવ થશે.
