Junagadh: કોયલી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી રુપિયા 30 હજારની લાંચ લેતા ઝડપાયા

બોટાદ ACBએ જુનાગઢના કોયલી ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને લાંચ લેતા પકડવા માટે માટે ટ્રેપ ગોઠવી હતી. જેમાં જશ્મીન ડાંગર નામના તલાટી મંત્રી ઝડપાઈ ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 4:21 PM

ઘણી વાર સરકારી (Government) કામો કઢાવવામાં માણસ થાકી જાય છે. જેનો લાભ સરકારી બાબુઓ ઉઠાવતા હોય છે અને કામ કાઢી આપવા માટે લાંચ (bribe) માગતા હોય છે. આવા જ એક તલાટી (Talati)ને લાંચ લેતા ઝડપી પાડી એસીબી(ACB)એ પાઠ ભણાવ્યો છે.

 

સરકારમાં કાગળિયાનું કોઈ જરુરી કામ કઢાવવુ હોય અને અને તેમાં લાંચિયા બાબુઓ ન હોય તો નવાઈ જ નહીં. જુનાગઢના કોયલી ગ્રામપંચાયતમાં પણ કંઈક આવી જ ઘટના બની છે. જુનાગઢના કોયલી ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી બોટાદ એસીબીની એક ટ્રેપમાં રુપિયા 30 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા છે.

 

બોટાદ ACBએ જુનાગઢના કોયલી ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને લાંચ લેતા પકડવા માટે માટે ટ્રેપ ગોઠવી હતી. જેમાં જશ્મીન ડાંગર (Jasmin Dangar) નામના તલાટી મંત્રી ઝડપાઈ ગયા છે. તલાટી મંત્રી જશ્મીન ડાંગર 30 હજાર રુપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે.

 

જશ્મીન ડાંગર નામના તલાટી મંત્રીએ કોયલી ગામના સ્થાનિક અરજદાર પાસેથી જમીનના સબ પ્લોટિંગ બાબતે લાંચ માગી હતી. તલાટી કમ મંત્રીએ છ પ્લોટના 30 હજાર રૂપિયાની લાંચ માગી હતી. અરજદારની ફરિયાદ મળતા એસીબીએ ટ્રેપ ગોઠવી વાડલા ફાટક પાસેથી તલાટી કમ મંત્રીને લાંચ લેતા ઝડપી પાડ્યા છે.

 

આ પણ વાંચોઃ Delhi Air Pollution: પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટનુ આકરું વલણ, કહ્યુ ફાઈવસ્ટાર હોટેલમાં કે એસીમાં બેસીને ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળવો આસાન

 

આ પણ વાંચોઃ Onion Price: ડુંગળીના ભાવમાં આવ્યો ઘટાડો, ખેડૂતોની વધી ચિંતા, પ્રતિ ક્વિન્ટલના ભાવ ઘટીને 900 રૂપિયા થયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">