AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગર: જાળવણીના અભાવે ટાઉનહોલ જર્જરિત હાલતમાં, સમારકામનો કરોડોનો ખર્ચ પાણીમાં

સુરેન્દ્રનગર: જાળવણીના અભાવે ટાઉનહોલ જર્જરિત હાલતમાં, સમારકામનો કરોડોનો ખર્ચ પાણીમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2024 | 5:01 PM
Share

પાલિકાએ 5 વર્ષ પહેલાં આ ટાઉનહોલના સમારકામ માટે 1.50 કરોડનો ખર્ચ કર્યો હતો. જે બાદ તેની યોગ્ય જાળવણી ન કરાતા તેની હાલત દયનિય બની છે અને આ સ્થિતિમાં તે ભાડે પણ આપવામાં આવી રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે, શું પાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ? કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ?

સુરેન્દ્રનગર શહેરનો એક સમયનો ભવ્ય ગણાતો ટાઉનહોલ જર્જરિત બન્યો છે. રંભાબેન ટાઉનહોલ જાળવણીના અભાવે અત્યંત જર્જરિત બન્યો છે. 5 વર્ષ પહેલા જ સમારકામ કરાયેલ ટાઉનહોલ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે. ટાઉનહોલમાં લટકતા પંખા, છતમાંથી પડતા પોપડા અને સળિયા બહાર ડોકાતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં ટાઉનહોલમાં ઈલેક્ટ્રિક વાયરો પણ ખુલ્લી હાલતમાં છે. ત્યારે આવી દુર્દશામાં પણ હોલને કાર્યક્રમો માટે ભાડે આપવામાં આવી રહ્યો છે.

પાલિકાએ 5 વર્ષ પહેલાં આ ટાઉનહોલના સમારકામ માટે 1.50 કરોડનો ખર્ચ કર્યો હતો. જે બાદ તેની યોગ્ય જાળવણી ન કરાતા તેની હાલત દયનીય બની છે અને આ સ્થિતિમાં તે ભાડે પણ આપવામાં આવી રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે શું પાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ત્યારે હવે ટાઉનહોલનું યોગ્ય સમારકામ કરાવી અને ત્યારબાદ ઉપયોગમાં અપાય તેવી માગ ઉઠી છે.

આ પણ વાંચો સુરેન્દ્રનગરના સફાઈ કામદારોએ રાજ્યપાલ અને CMને પત્ર લખી કરી ઈચ્છા મૃત્યુની માગ, જાણો શું છે કારણ

g clip-path="url(#clip0_868_265)">