Surendranagar: લીંબડીની ખાનગી સ્કૂલમાં વાલીઓનો શાળા સંચાલકો સામે હોબાળો, વિદ્યાર્થીઓને માર મારવાનો આરોપ

Surendranagar: લીંબડીની ખાનગી સ્કૂલમાં વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. શાળા સંચાલકો સામે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો જેમા વાલીઓનો આરોપ છે કે શાળા સંચાલકો વિદ્યાર્થીઓને માર મારી માનસિક ત્રાસ આપે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 10:23 PM

સુરેન્દ્રનગર (Surendranagar)ના લીંબડીની ખાનગી સ્કૂલમાં વાલીઓએ શાળાના સંચાલકના વિરોધમાં હોબાળો મચાવ્યો છે. સ્કુલ સંચાલકો વિધાર્થીઓને માર મારી માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે. વાલીઓ (Parents)  ફી ન ભરે ત્યાં સુધી વિદ્યાર્થીઓને પરિણામ ન બતાવવા તેમજ સ્કુલનું સત્ર પુરૂ થાય તે પૂર્વે જ ફી માટે દબાણ (Pressure) થતું હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. શાળા સંચાલકોના મનસ્વી નિર્ણયોથી વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. તેમજ શાળા સંચાલક સામે કડક કાર્યવાહી કરવા વાલી મંડળે માગ કરી છે.

વિદ્યાર્થીઓને માર મારી માનસિક રીતે ટોર્ચર કરવાનો વાલીઓનો આરોપ 

વાલીઓનો આરોપ છે કે શાળા સંચાલકો હજુ સત્ર પૂરુ નથી થયુ અને ફી ભરવા માટે ફરજ પાડે છે અને જે વાલીઓ ફી ન ભરી શક્તા હોય તે તેમના બાળકોનુ એલસી લઈ જવાની વાત કરે છે. ફી ભર્યા પછી જ રિઝલ્ટ બતાવવામાં આવશે તેવી શાળા દ્વારા મનમાની કરવામાં આવતી હોવાનો પણ વાલીઓનો આરોપ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ માનસિક રીતે ટોર્ચર કરાતા હોવાનો, હેરાન કરવાનો અને માર મારવાનો વાલીઓનો આક્ષેપ છે. શાળા બહાર 500 જેટલા વાલીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ વાલીઓની રજૂઆત સાંભળવામાં આવતી નથી અને વાલીઓને ઓફિસની બહાર તગેડી મુકવામાં આવ્યા હોવાનો પણ વાલીઓએ આક્ષેપ કર્યો છે.

તો બીજી તરફ ખાનગી શાળાના આચાર્ય ફાધર થોમસે કહ્યુ હતું કે, અમે વાલીને ધમકી આપી નથી આ વાત ખોટી છે. બાળકોને શિક્ષા ન કરવા પણ સુચના અપાઈ છે. તેમજ નિયમ આધારે જ ફી માગવામાં આવી છે. તો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">