સુરેન્દ્રનગર : ભર શિયાળે પાણીનો પોકાર ! બ્રહ્માપુરી ગામે 20 ગામના ખેડૂતો અને સરપંચોની મળી બેઠક
ખેડૂતોનું કહેવું છે કે ચાલુ વર્ષે ચોમાસું નબળું ગયું હોવાથી મોટા ભાગના તળાવો હાલ ખાલી છે. જેના કારણે પીવાના પાણીની પણ તંગી સર્જાઇ છે. ખેડૂતોએ મા મુદ્દે ધારાસભ્ય અને સાંસદને પણ રજૂઆત કરી હોવા છતાં કોઇ નિરાકરણ આવ્યું નથી. આથી સરકાર આ ગામોને તાત્કાલિક પાણી પુરૂ પાડે તેવી ખેડૂત આગેવાનોની માગ છે.
સુરેન્દ્રનગર પંથકના ખેડૂતોને સૌની યોજનાનું પાણી આપવાની માગ સાથે 20 ગામના ખેડૂતોની બેઠક મળી હતી. સાયલા, ચોટીલા, મુળી તાલુકાના સરપંચોએ બ્રહ્માપુરી ગામમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં ખેડૂતોએ 20 ગામના તળાવો ભરવા અને સિંચાઇ તેમજ પીવાનું પાણી આપવાની સરકાર સમક્ષ માગ કરી છે.

Latest Videos