Surat Video : યુવાન 2 રૂપિયા આપી સિગરેટ લાવવાનો મજાક કરતાં મિત્રએ ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખ્યો, હત્યારા મિત્રની ધરપકડ

Surat Video : યુવાન 2 રૂપિયા આપી સિગરેટ લાવવાનો મજાક કરતાં મિત્રએ ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખ્યો, હત્યારા મિત્રની ધરપકડ

| Edited By: | Updated on: Oct 22, 2023 | 7:25 AM

Surat : સુરતમાં ચપ્પુના ઘા ઝીકવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે, આ ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવતા હત્યા(Murder)નો ગુનો નોંધી પોલીસે હત્યારાની ધરપકડ કરી છે. આ ઉપરાંત યુવાનની હત્યા કરનાર કોઈ દુશમન નહિ પણ મૃતકનો મિત્ર હોવાનું બહાર આવ્યું છે. ભટાર વિસ્તારમાં મિત્રએ જ મિત્રની તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા દોડધામ મચી ગઈ હતી.

Surat : સુરતમાં ચપ્પુના ઘા ઝીકવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે, આ ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવતા હત્યા(Murder)નો ગુનો નોંધી પોલીસે હત્યારાની ધરપકડ કરી છે. આ ઉપરાંત યુવાનની હત્યા કરનાર કોઈ દુશમન નહિ પણ મૃતકનો મિત્ર હોવાનું બહાર આવ્યું છે.

ભટાર વિસ્તારમાં મિત્રએ જ મિત્રની તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા દોડધામ મચી ગઈ હતી. હત્યાનો મામલો સામે આવતા સુરત શહેરની ખટોદરા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડયો છે. બંને મિત્રો વચ્ચે સિગારેટ લેવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો.

ગણેશોત્સવ દરમિયાન મૃતક આકાશ બાબાસાહેબ વાઘમારે દ્વારા મિત્ર દીપ રવિન્દ્ર પટેલને સિગારેટ લેવા માટે માત્ર બે રૂપિયા આપવામાં આવ્યા હતા. આટલા ઓછા રૂપિયામાં સિગારેટ ન આવે તેમ કહી દીપે બોલાચાલી કરી હતી. આ શાબ્દિક ટપાટપીની રીસમાં તકરારે ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લેતા બન્નેએ સામ સામે તલવાર અને ચપ્પા જેવા ઘાતક હથિયારના એકબીજાને ઘા ઝીક્યા હતા. જે હુમલાની ઘટનામાં આકાશ બાબાસાહેબ વાઘમારેનું કરુણ મોત નીપજ્યું હતું.

સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી નખાઈ

તડકેશ્વર નગરમાં રહેતા 30 વર્ષીય આકાશ બાબાસાહેબ વાઘમારે અને દીપ રવિન્દ્ર પટેલ આમતો ગાઢ મિત્ર હતા. બંને મિત્રો મોડી રાતે ભેગા થયા હતા. દીપ રવિન્દ્ર પટેલ સિગારેટ લેવા જતો હતો ત્યારે આકાશે દીપ પટેલને માત્ર બે રૂપિયા આપી પોતાની સિગરેટ મંગાવી હતી.આ વાત મશ્કરી લગતા મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી ઉગ્ર બનતા બંને વચ્ચે સામ સામે તલવાર, ચપ્પા જેવા તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલાની ઘટના બની હતી.

બનાવની જાણ ખટોદરા પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. લીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હત્યારા દીપ પટેલની ધરપકડ કરી લીધી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો