Surat Video : વેસુ વિસ્તારમાં મહારાષ્ટ્રના વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી સગીરાનું કર્યુ અપહરણ

Surat Video : વેસુ વિસ્તારમાં મહારાષ્ટ્રના વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી સગીરાનું કર્યુ અપહરણ

| Edited By: | Updated on: Oct 26, 2023 | 7:38 AM

રાજ્યમાં અવારનવાર પ્રેમજાળમાં ફસાવવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં વધુ એક વિધર્મી સામે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હોવાની ફરિયાદ નોંધાઇ છે. 14 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી મહારાષ્ટ્રના વિધર્મી યુવકે અપહરણ કર્યું હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ વેસુ વિસ્તારમાં એક વેપારીની 14 વર્ષની દીકરીને મહારાષ્ટ્રના વિધર્મી યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી હતી.

Surat News : રાજ્યમાં અવારનવાર પ્રેમજાળમાં ફસાવવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં વધુ એક વિધર્મી સામે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હોવાની ફરિયાદ નોંધાઇ છે. 14 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી મહારાષ્ટ્રના વિધર્મી યુવકે અપહરણ કર્યું હોવાનો આક્ષેપ છે.

ફરિયાદ મુજબ વેસુ વિસ્તારમાં એક વેપારીની 14 વર્ષની દીકરીને મહારાષ્ટ્રના વિધર્મી યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી હતી.અને ત્યારબાદ વિધર્મી મહારાષ્ટ્રથી સુરત આવ્યો હતો અને હોટેલમાં જન્મ દિવસની ઉજવણીના નામે અપહરણ કર્યું હતું.

આ પણ વાંચો : Surat : શેરી ગરબા વચ્ચેની પસાર થનારને ટોક્યા તો બે સગા ભાઈઓની હત્યા કરી નાંખી,3 લોકોની અટકાયત કરાઈ

જેથી સગીરાના પરિવારજનોએ વેસુ પોલીસ સ્ટેશનમાં વિધર્મી સામે પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે અપહરણની ફરિયાદ આધારે વિધર્મી મુસીબની અટકાયત કરી છે.અને આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો