સુરત વીડિયો : ટેક્સટાઇલ ઉદ્યોગકારના પુત્રએ ઓપેરા બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી આપઘાત કર્યો, પોલીસે તપાસ શરૂ કરી
સુરત : અલઠાણમાં નિર્માણાધીન બિલ્ડીંગ પરથી વિદ્યાર્થીની મોતની છલાંગ લગાવી છે. આપઘાત પાછળનું કારણ હજુ અંકબંધ છે. અલથાણના કોરલ હાઈટ્સમાં આ ઘટના બની હતી. કાપડનું કારખાનું ચલાવતા ઉદ્યોગકારના પુત્રએ આ પગલું ભર્યું છે.
સુરત : અલઠાણમાં નિર્માણાધીન બિલ્ડીંગ પરથી ટેક્સટાઇલ ઉદ્યોગકારના પુત્રએ મોતની છલાંગ લગાવી છે. આપઘાત પાછળનું કારણ હજુ અંકબંધ છે. અલથાણના કોરલ હાઈટ્સમાં આ ઘટના બની હતી. કાપડનું કારખાનું ચલાવતા ઉદ્યોગકારના પુત્રએ આ પગલું ભર્યું છે. પોલીસે વિદ્યાર્થીના અંતિમ પગલાં પાછળનું કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યા છે.
21 વર્ષનો ફેમિલ વિદ્યાર્થી છે. શુક્રવારે સાંજે ભગવાન મહાવીર યુનિવર્સિટી પાસે નિર્માણાધીન ઓપેરા બિલ્ડીંગમાં ગયો હતો. બિલ્ડીંગ પરથી ફેમિલે મોતની છલાંગ મારી હતી. ઘટના સ્થળે તેનું કરુણ મોત થયું હતું. ઘટના અંગે અલઠાણ પોલીસે અકસ્માત મોત હેઠળ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉદ્યોગકારના પુત્રના આપઘાતના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
