સુરત વીડિયો : ઉધનામાં યુવકે યુવતીની હત્યા કરી આત્મહત્યા કરી લીધી, પોલીસે તપાસ હાથ ધરી
સુરત: ઉધનામાં આવેલી ઓમ સાંઇ જલારામ સોસાયટીમાં એક યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. સોસાયટીના એક ઘરમાં યુવક ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો તો યુવતી ફર્શ પર મૃત હાલતમાં પડી હતી.
સુરત: ઉધનામાં આવેલી ઓમ સાંઇ જલારામ સોસાયટીમાં એક યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. સોસાયટીના એક ઘરમાં યુવક ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો તો યુવતી ફર્શ પર મૃત હાલતમાં પડી હતી. પોલીસને આ બબાતે જાણ થતા સ્થળ પર પહોંચીને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને મોત અંગે તપાસ હાથ ધરી છે.
પોલીસના અનુમાન પ્રમાણે યુવકે પહેલા યુવતીની હત્યા કરી અને બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાધો હોય તેવું લાગી રહ્યું છે. જો કે સાચી હકીકત શું છે તે પોલીસની તપાસ બાદ જ બહાર આવશે. મૃતક યુવકનું નામ વિજય ગોહિલ હોવાનું સામે આવ્યું છે. જો કે યુવતીની ઓળખ કરવા તપાસ હાથ ધરાઇ છે.
આ પણ વાંચો : સુરત : ચોરે પહેલા શીશ ઝુકાવ્યું અને પછી મંદિરની દાનપેટી તોડી ચોરી કરી, જુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટનાના વીડિયો
