Surat Video : ગ્રીષ્મા હત્યાકાંડનું પુનરાવર્તન થતું રહી ગયું, મોબાઈલ વ્યસ્ત આવતા પ્રેમિકાના ગળા પર ચપ્પુ હુલાવનાર પ્રેમીની ધરપકડ

Surat Video : ગ્રીષ્મા હત્યાકાંડનું પુનરાવર્તન થતું રહી ગયું, મોબાઈલ વ્યસ્ત આવતા પ્રેમિકાના ગળા પર ચપ્પુ હુલાવનાર પ્રેમીની ધરપકડ

| Edited By: | Updated on: Oct 16, 2023 | 8:00 AM

Surat : સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યાકાંડ(Grishma Vekariya Murder Case )ની ઘટનાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ થયો હતો. ફરીએકવાર સુરતમાં પ્રેમી દ્વારા પ્રેમિકાનું ગળું કાપી હત્યા કરી નાખવાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટનાને અંજામ આપવાના પ્રયાસ પાછળનું કારણ અત્યંત સામાન્ય હતું. માત્ર યુવતીનો ફોન વ્યસ્ત આવતા શંકાશીલ પ્રેમીએ પ્રેમિકા ઉપર હુમલો કરી નાખ્યો હતો. ઘટના બાદ સુરત પોલીસે હુમલાખોર પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

Surat : સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યાકાંડ(Grishma Vekariya Murder Case )ની ઘટનાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ થયો હતો. ફરીએકવાર સુરતમાં પ્રેમી દ્વારા પ્રેમિકાનું ગળું કાપી હત્યા કરી નાખવાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટનાને અંજામ આપવાના પ્રયાસ પાછળનું કારણ અત્યંત સામાન્ય હતું. માત્ર યુવતીનો ફોન વ્યસ્ત આવતા શંકાશીલ પ્રેમીએ પ્રેમિકા ઉપર હુમલો કરી નાખ્યો હતો. ઘટના બાદ સુરત પોલીસે હુમલાખોર પ્રેમીની ધરપકડ કરી લીધી છે. પોલીસના પ્રયાસથી વધુ એક યુવતી કમોતે કરુણ અંજામને પામતા બચાવી લેવામાં સફળતા મળી છે.

સુરતના પુણાગામ વિસ્તારમાં ગ્રીષ્મા હત્યાકાંડની ઘટનાનું પુનરાવર્તન ટળ્યું છે. પુણાગામ ખાતે આવેલ એક હોટેલના રૂમમાં પ્રેમી-પંખીડા બાખડ્યા હતા. પ્રેમી શંકાશીલ સ્વભાવ ધરાવતો હતો જેને યુવતીનો ફોન વારંવાર વ્યસ્ત આવતો હોવાથી પ્રેમિકા પર શંકા જતી હતી. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા તકરાર દરમિયાન પ્રેમીએ યુવતી ઉપર હોટેલના રૂમમાં જ હિચકારો હુમલો કરી નાંખ્યો હતો. યુવતીના ગળામાં ભાગે ચપ્પુ હુલાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ગંભીર ઘટનામાં પુણા પોલીસે પ્રેમીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

પુણા પોલીસ મથકના એસીપી પી.કે. પટેલ (P.K. Patel – ACP) અનુસાર સુરતના પુણા વિસ્તારમાં આવેલ એક હોટેલના રૂમમાં યુગલ વચ્ચેના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. યુવતી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. પુણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી હુમલાખોર પ્રેમી નિલેશ શાંતિભાઈ સોદાગરની ધરપકડ કરી લીધી હતી.

Published on: Oct 16, 2023 07:26 AM