સુરત વીડિયો : શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દિવાળી જેવો માહોલ સર્જવા બારડોલીમાં નિઃશુલ્ક દીવડાનું વિતરણ કરાયું

| Edited By: | Updated on: Jan 19, 2024 | 11:42 AM

સુરત : બારડોલીના જલારામ મંદિર મુકામે વિશ્વ હિન્દુ પરિષદ ,બજરંગ દળ અને શાંતિનાથાય સેવાશ્રમ મનો દિવ્યાંગ બાળકોની સંસ્થા ખરવાસાના સંયુક્ત ઉપક્રમે બારડોલીના નગરજનો માટે વિના મૂલ્ય દીવડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ આયોજન આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ બારડોલીમાં ઘર ઘર દીવડા પ્રગટાવી ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની બારડોલીમાં ઉજવણી થાય તેવી ભાવના સાથે આ કાર્યક્રમ યોજાયો છે.

આ કાર્યક્રમ જિલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ જીતુભાઈ પટેલ, બારડોલી નગર ભાજપ પ્રમુખ અનંતભાઈ જૈન તથા રાજકીય અને સહકારી અગ્રણી રાકેશભાઈ ગાંધીના સહયોગ અને સૌજન્ય સાથે યોજવામાં આવ્યો હતો.મોટી સંખ્યામાં નગરજનોએ દીપડાની ભેટ મેળવી અયોધ્યામાં શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દિવાળી જેવો માહોલ સર્જવા તૈયારી બતાવી હતી.

Input Credit : Jignesh Mehta- Bardoli 

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો