Surat Video : સુરતના રસ્તાઓ ઉપર સળગતો ટેમ્પો દોડતો નજરે પડ્યો! જાણો પછી શું થયું?
Surat : સુરતના રસ્તાઓ ઉપર સળગતો ટેમ્પો દોડતો નજરે પડ્યો હતો. એકસમયે આ દૃશ્ય જોઈ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઓલપાડના પિંજરત ગામની ઘટના છે જેમાં સળગતો ટેમ્પો સામેથી આવતો નજરે પડતા લોકોએ પોતાના વાહન રોડની સાઈડ ઉપર ઉભા કરી દીધા હતા. ડાંગરની પરાણી ભરેલા ટેમ્પોમાં આગ લાગ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ હતી.

પરાણી ભરેલા ટેમ્પોમાં આગ લગતા તે આગ બુઝાવવા અને લોકોને નુકસાન ન પહોંચે તેવી જગ્યાએ ટેમ્પો લઈ જવા ચાલાક વાહનને સળગતું પણ હંકારતો રહયો હતો. સૂત્રો અનુસાર વીજળીના તાર સાથે ટેમ્પોમાં ભરેલું ઘાસ સ્પર્શી જતા બનાવ બન્યો હતો. ઘટનામાં ટેમ્પો ચાલકને સદનસીબે કોઈ ઓજ થઇ નથી. ટેમ્પો ચાલકનો થયો આબાદ બચાવ થયો છે. ચાલકે વાહનને નજીકમાં આવેલા એક તળાવમાં ટેમ્પોને ઉતારી દેવતા આગ ઉપર કાબુ મેળવવામાં સરળતા રહી હતી. સ્થાનિકોની મદદથી આગ પર કાબુ મેળવાયો હતો.
Published on: Oct 28, 2023 08:13 AM