સુરત વીડિયો : ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો, ખેડૂત અને ઈંટના ઉત્પાદકોને નુકસાન

| Edited By: | Updated on: Jan 10, 2024 | 9:38 AM

સુરત:  જિલ્લાના ઓલપાડ તાલુકાના અલગ અલગ ગામડાઓ ગત મોડી રાતે કમોસમી વરસાદ વરસ્યો હતો.વરસેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતો તેમજ ઈંટો ઉદ્યોગ સાથે સંકળયેલા લોકો પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા.તેમજ ઠંડીમાં પણ વધારો થયો હતો.

હવામાન વિભાગે સુરત જિલ્લામાં બે દિવસ કમોસમી વરસાદ વરસશે તેવી આગાહી કરી હતી.જે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે.સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ,સ્યાદલા,મુલદ સહિતના ગામોમાં ગત મોડી રાતે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.અને કમોસમી વરસાદ વરસ્યો હતો.વરસેલા કમોસમી વરસાદને લઈને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો હતો.રસ્તાઓ પર પાણીના ખાબોચિયાં ભરાયાં હતાંતેમજ ઠંડીમાં પણ વધારો થયો હતો. બીજી તરફ  ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છેસાથે જ ઈંટ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને નપાન નુકસાન થયું છે.

Input Credit : – Mehul Bhokalva, Olpad

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો