Surat : હજારો દીવડાઓની આરતીથી ઉમિયાધામ ઝળહળી ઉઠ્યું, જુઓ Video
Surat :ગુજરાતમાં ઠેરઠેર નવ દિવસ સુધી માતાની આરાધના સાથે ગરબા રમાય છે.નવરાત્રી દરમિયાન આઠમના પર્વે સુરતના ઉમિયા માતાના મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે. મહાષ્ટમીના દિવસે સુરત શહેરમાં વિશેષ મહા આરતી(Umiya Dham Maha Aarti)નું આયોજન કરવામાં આવે છે જે પરંપરા આ વર્ષે પણ યથાવત રહી હતી.મા ઉમિયા ધામ મંદિરમાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Surat : નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેશના ખૂણે ખૂણે નવરાત્રી(Navratri 2023)નો તહેવાર આનંદ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે પરંતુ ગુજરાતમાં ગરબા સાથે માતાની આરાધના અનોખું આકર્ષણ જમાવે છે. યુવાન ખેલૈયાઓ આખા વર્ષ દરમિયાન આ ખાસ અવસરની રાહ જોતા હોય છે.
ગુજરાતમાં ઠેરઠેર નવ દિવસ સુધી માતાની આરાધના સાથે ગરબા રમાય છે.નવરાત્રી દરમિયાન આઠમના પર્વે સુરતના ઉમિયા માતાના મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે. મહાષ્ટમીના દિવસે સુરત શહેરમાં વિશેષ મહા આરતી(Umiya Dham Maha Aarti)નું આયોજન કરવામાં આવે છે જે પરંપરા આ વર્ષે પણ યથાવત રહી હતી.
મા ઉમિયા ધામ મંદિરમાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતી સમયનો નજારો અદભુત હતોજેમાં હજારો ભક્તો આરતી કરતા જોવા મળે છે. નોંધનીય છે કે ઉમિયા ધામ મંદિરમાં બિરાજમાન દેવી ઉમાનું સ્વરૂપ છે. જે ગુજરાતના કડવા પાટીદાર સમાજની કુળદેવી પણ છે. ઉમિયા ધામ મંદિરમાં માત્ર નવરાત્રિ દરમિયાન જ નહીં પરંતુ આખા વર્ષ દરમિયાન ભક્તો શ્રદ્ધા સાથે આવે છે.
નવરાત્રિ પર અહીં ગરબાનું આયોજન કરવામાં આવે છે અને મહાષ્ટમી પર વિશેષ મહા આરતીનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો લોકો ખૂબ જ ભક્તિ અને આદરપૂર્વક ભાગ લે છે. આ નજારો અત્યંત ભવ્ય અને સુંદર હોય છે.
