સુરત વીડિયો : ચોરીની શંકામાં ત્રણ ભાઈઓએ યુવકની હત્યા કરી, પોલીસે ધરપકડ કરી
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ચોરની આશંકામાં એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્રણ સગા ભાઈઓ દ્વારા માર મારવાની ઘટનામાં પીડિત યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ચોરની આશંકામાં એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્રણ સગા ભાઈઓ દ્વારા માર મારવાની ઘટનામાં પીડિત યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે હત્યારા ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘરમાં સામાન ચોરી કર્યાની આશંકા રાખીને ત્રણ ભાઈઓએ યુવકની હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવકને માત્ર શંકાના આધારે પાઇપના ફટકા મારવામાં આવ્યા હતા. પાઇપથી માર મારવાના કારણે યુવક ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો હતો. આરોપી ભાઈઓએ યુવકની સહેજ પણ દયા ન રાખી માર માર્ટા રહેતા યુવકને મોતના ઘાટ ઉતાર્યો હતો. ગંભીર ઈજાઓ થતા અરવિંદ નિશાદ નામના ઈજાગ્રસ્તનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.હત્યાના ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
