સુરત : કીમમાં શેરડીના બગાસના જથ્થામાં આગ લગતા દોડધામ મચી, જુઓ વીડિયો
સુરત : કીમ ચારરસ્તા નજીક શેરડીના બગાસના જથ્થામાં આગ લગતા દોડધામ મચી હતી. સ્થાનિકોના પ્રયાસથી આગ ઉપર કાબુ ન આવતા ફાયર બ્રિગેડને મદદે બોલાવવાની ફરજ પડી હતી. આગમાં નુકસાન થયું છે પરંતુ સદનસીબે કોઈ જાનહાની નોંધવા પામી નથી.

બગાસના જથ્થામાં આગ લાગી હોવાની માહિતી વહેતી થતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધરી સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. કયા કારણોસર આગ લાગી એ હજુ જાણવા મળ્યું નથી.બનાવ સંદ્દર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે.