Surat: યુવાવર્ગમાં વેક્સીનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો, સેન્ટરની બહાર લાગી લાઈન

રાજ્ય સરકાર તરફથી ગુજરાતના 10 જિલ્લા જેમ કે અમદાવાદ, સુરત,(Surat) વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં આજથી 18 થી 44 વર્ષની વયના યુવાનોને વિનામૂલ્યે વેક્સિનેશનનો આરંભ થઈ ગયો છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 01, 2021 | 11:38 AM

રાજ્ય સરકાર તરફથી ગુજરાતના 10 જિલ્લા જેમ કે અમદાવાદ, સુરત,(Surat) વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં આજથી 18 થી 44 વર્ષની વયના યુવાનોને વિનામૂલ્યે વેક્સિનેશનનો આરંભ થઈ ગયો છે.

સુરત મહાનગર પાલિકામાં યુવાવર્ગન વેક્સીન આપવા માટે 50 સ્થળોએ આયોજન કર્યું છે. સુરતમાં તમામ હેલ્થ સેન્ટરની સાથે દરેક ઝોનમાં શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓમાં પણ વૅક્સીન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. વૅક્સીન સેન્ટર ઉપર ભીડ ન થાય તે માટે 45 વર્ષથી ઉપરના લોકો માટે અલગ સેન્ટર બનાવ્યા છે.

જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ દસ જિલ્લાના યુવાનોને SMS થી વેક્સિનેશનની જાણ કરાશે. જેમને SMS મળશે તે જ યુવાનો વેક્સિન લઈ શકશે. જેમને SMS મળશે તેમણે SMSમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને વેક્સિન લેવાની રહેશે.

વેક્સિનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. સ્થળ પર રજીસ્ટ્રેશનની કોઈ જોગવાઇ નથી એટલે જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને જેમને SMS મળ્યો હોય તે યુવાનો જ વેક્સિન લેવા માટે જઈ શકશે.

ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી ખૂબ જ સુચારુ રૂપે થઈ રહી છે. એટલે આ કામગીરીમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ માટે યુવાનોને પોતાની વયનો પુરાવો જણાય તેવા ઓળખકાર્ડ; આધાર કાર્ડ, વૉટર્સ કાર્ડ, પાસપોર્ટ જેવા સાથે રાખવા જરુરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">