સુરતમાં સામુહિક આપઘાતનો મામલો : SITની ટીમે 9 કારીગર અને 3 બનેવીઓના નિવેદન લીધા, જુઓ વિડીયો

સુરતમાં સામુહિક આપઘાતનો મામલો : SITની ટીમે 9 કારીગર અને 3 બનેવીઓના નિવેદન લીધા, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Oct 30, 2023 | 2:20 PM

સુરત:  પાલનપુર પાટિયા વિસ્તારમાં સામૂહિક આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. SITની ટીમે કોઇ નજીકના વ્યક્તિના મનદુઃખથી આપઘાત કર્યો હોવાની આશંકાને આધારે તપાસ શરૂ કરી છે. SITની ટીમે મૃતકના બનેવી અને 9 કારીગરોના નિવેદન નોંધ્યા છે. મૃતક મનિષ સોલંકીના ત્રણેય બનેવીની પૂછપરછ કરી નિવેદન નોંધવામાં આવ્યાં છે.

આ ઉપરાંત પોલીસ મૃતક દંપતીના ફોનની કોલ ડિટેઇલ્સની પણ તપાસ કરી રહી છે. સમગ્ર મામલને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે કારણકે એક જ પરિવારના 7 સભ્યોએ એકસાથે જીવનનો અંત આણી દીધો હતો. ઘટનાની એક થીયરી અનુસાર મનિષ સોલંકીએ પહેલા પોતાના પુત્ર-પુત્રી, માતા અને પિતાને ઝેરી દવા પીવડાવી હતી. જ્યારે પત્ની અને એક દીકરીનું ગળુ દબાવીને મારી નાખી ત્યારબાદ પોતે પણ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

જોકે આ સામુહિક આપઘાત પાછળ કયા કારણો જવાબદાર છે તે સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.આર્થિક સંકટના કારણે આ પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. મૃતક પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે જેમા તેમણે કોઈના નામ લખ્યા નથી પરંતુ જીવનમાં ઘણા લોકોને મદદરૂપ થયા હોવાનો ઉલ્લેખ કર્યો છે.