સુરત : દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વિઝિબ્લિટીમાં ઘટાડો, વાહનો ધીમી ગતિએ દોડ્યા, જાણો કેમ?
સુરત :દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વિઝિબ્લિટીમાં ભારે ઘટાડો થયો છે. આ સમસ્યા પંથકમાં છવાયેલા ધુમ્મ્સના કારણે સર્જાઈ છે. સુરત , નર્મદા , ભરૂચ ,ડાંગ અને આસપાસના વિસ્તારોમાં વાહનોને ધીમી ગતિએ હંકારવાની ફરજ પડી રહી છે.

વાહન ચાલક ધર્મેન્દ્રસિન્હ ચૌહાણના જણાવ્યા અનુસાર તેઓ સવારે સુરતથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા ત્યારે મુખ્ય માર્ગ ઉપર ખુબ ઓછી વિઝિબ્લિટી હતી. માત્ર નજીવા અંતરે દોડતા વાહનો સ્પષ્ટ નજરે પડતા હતા. આ સમસ્યા બીજા વાહનચાલકોએ પણ અનુભવી હતી. સુર્યનાયણના દર્શન સાથે સમસ્યા હળવી તે વચ્ચે કેટલાક મોટા વાહન ચાલકોએ સમસ્યા હલ ન થાય ત્યાંસુધી વાહનોને રોડની સાઈડ પર પાર્ક કરી ધુમ્મ્સ ઓછું થાય તેનો ઇંતેજાર શરૂ કર્યો હતો.
Published on: Jan 03, 2024 09:51 AM