AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં બીમાર બાળકી માટે પોલીસ બની દેવદૂત... વાંચો માનવતાની મહેક ફેલાવતો કિસ્સો

સુરતમાં બીમાર બાળકી માટે પોલીસ બની દેવદૂત… વાંચો માનવતાની મહેક ફેલાવતો કિસ્સો

Baldev Suthar
| Edited By: | Updated on: Jan 15, 2024 | 10:24 AM
Share

સુરત : પોલીસને મોટેભાગે તેની કડકાઈ માટે ઓળખવામાં આવે છે પણ સુરત પોલીસે માનવતાનું એવું ઉદાહરણ પૂરું પડ્યું છે જેના કારણે ખાખીને સલામ કરવાની ઈચ્છા થશે.રાંદેર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સુરત : પોલીસને મોટેભાગે તેની કડકાઈ માટે ઓળખવામાં આવે છે પણ સુરત પોલીસે માનવતાનું એવું ઉદાહરણ પૂરું પડ્યું છે જેના કારણે ખાખીને સલામ કરવાની ઈચ્છા થશે.રાંદેર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 15 વર્ષની બાળકીનો લોહી વગર જીવ જોખમમાં મુકાતા પોલીસકર્મીઓએ દેવદૂત બની તેનો જીવ બચાવ્યો હતો.

સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી ફરિયાદ લખાવી રહ્યા હતા ત્યારે તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો જેમાં 15 વર્ષીય દીકરીને તાત્કાલિક લોહીની જરૂર હોવાનું કહી મદદ માંગવામાં આવી હતી. આ વાત રાંદેર પોલીસ સમક્ષ થઇ હોવાથી પોલીસે તુરંત પોતાના ગ્રુપમાં B+ Fresh Donor (SDP)ની જરૂર હોવાનો મેસેજ મુક્યો હતો.

બાળકીનો જીવ જોખમમાં હોવાથી પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ કીરીટસિંહ રામસિંહ રાઠોડ અને વિપુલ સાંભાભાઇ કામ પડતું મૂકી સીધા બ્લડ બેન્ક પહોંચી ગયા હતા.પોલીસકર્મીઓએ સમયસર બાળકી માટે રક્ત તથા સેલ ડોનેટ કરી તેનો જીવ બચાવી લીધો હતો.

રાંદેર પોલીસ સ્ટાફ ઉત્તરાયણ બંદોબસ્તમાં વ્યસ્ત હતો ત્યારે આ મેસેજ મળતા તુરંત B+ બ્લડ ગ્રુપ ધરાવતા પોલીસકર્મીઓ કામ છોડી કિરણ હોસ્પિટલ પહોંચી ગયા હતા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">