સુરત પોલીસે માથાભારે શખ્શની શાન ઠેકાણે લાવવા જાહેરમાં સરઘસ કાઢ્યું, જુઓ વિડીયો

સુરત પોલીસે માથાભારે શખ્શની શાન ઠેકાણે લાવવા જાહેરમાં સરઘસ કાઢ્યું, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Oct 31, 2023 | 12:11 PM

સુરત પોલીસે માથાભારે શખ્શની શાન ઠેકાણે લાવવા તેનું સરઘસ કાઢ્યું હતું. પોલીસની આ કાર્યવાહીનું મુખ્ય કારણ એ રહ્યું હતું કે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં સતત સમયાંતરે અસામાજિક તત્વો દ્વારા મારામારી અને નુકસાનીની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે.

આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કામદારો આસપાસ વેચાતા દારૂ અને જુગારની લતે ચઢાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં કારખાનાના માલિક તેમજ અન્ય કર્મચારીઓ ઉપર પણ હુમલો પણ થયો હતો. ઇન્ડસ્ટ્રીમાં લૂમ્સનું મશીન ચલાવતા અનિલ ડોંડા પર બે લોકોએ ચપ્પુથી હુમલો કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. લોકોના રોષ અને ગુનેગારોને કાયદાનો પાથ ભણાવવા બે હુમલાખોરોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો