Surat Video : પોલીસે માનવતા મહેકાવી, બેભાન મહિલાનો જીવ બચાવવા PSI ખભે ઊંચકી દોડ્યા
Surat : પોલીસ કાયદાના પાલન માટે કડકાઈ કરતી હોય છે પણ આ કારણે લોકોના મનમાં પોલીસની નકારાત્મક છાપ ઘર કરી ગઈ છે. પોલીસનું સૂત્ર રહ્યું છે કે પોલીસ પ્રજાનો રક્ષક અને મિત્ર છે. આ ઉક્તિ સુરત પોલીસે સાચા અર્થમાં સાર્થક કરી છે. સુરતમાં યુવતીનો જીવ બચાવવા પોલીસ અધિકારી યુવતીને ઉપાડી દોડ્યા હતા.કોર્ટમાં 108 એમ્બ્યુલન્સ ભીડમાંથી બિલ્ડીંગ સુધી પહોંચતા સમય લાગે તેમ હતું.
Surat : પોલીસ કાયદાના પાલન માટે કડકાઈ કરતી હોય છે પણ આ કારણે લોકોના મનમાં પોલીસની નકારાત્મક છાપ ઘર કરી ગઈ છે. પોલીસનું સૂત્ર રહ્યું છે કે પોલીસ પ્રજાનો રક્ષક અને મિત્ર છે. આ ઉક્તિ સુરત પોલીસે સાચા અર્થમાં સાર્થક કરી છે. સુરતમાં યુવતીનો જીવ બચાવવા પોલીસ અધિકારી યુવતીને ઉપાડી દોડ્યા હતા.કોર્ટમાં 108 એમ્બ્યુલન્સ ભીડમાંથી બિલ્ડીંગ સુધી પહોંચતા સમય લાગે તેમ હોવાથી અધિકારી યુવતીને ઉપાડી ગેટ સુધી પહોંચ્યા હતા.
સુરત કોર્ટ સંકુલમાં બેભાન મહિલાને મદદ કરી PSIએ માનવતા મહેકી ઉઠે તે પ્રકારનું કાર્ય કર્યું છે. આ ઘટના સુરતની કોર્ટ બિલ્ડીંગમાં બની હતી. સંકુલમાં અચાનક એક મહિલા બેભાન થઇ ઢળી પડી હતી. આ સમયે કોર્ટ સંકુલમાં રાંદેર પોલીસ સ્ટેશનના PSI બી.એમ.પરમાર હાજર હતા જે મહિલાની મદદે દોડી આવ્યાં હતા.
સરવર મળવામાં વિલંબ ન થાય તે માટે સમય વેડફ્યાં વિના મહિલાને ખભા પર ઉંચકી લીધી હતી.બી.એમ.પરમા મહિલાને ઉંચકી સંકુલના દરવાજા સુધી લઇ ગયા અને 108 મારફતે મહિલાને સારવાર અપાવી હતી.બી.એમ. પરમારની સરાહનીય કામગીરીને કારણે એક મહિલાના પ્રાણ બચી ગયા છે.
