Surat : પોલીસે 11 વર્ષના બાળકની હત્યાના કેસમાં 6 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી

સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ આરોપી શાહબુદ્દીન અજમલમીંયા અન્સારીએ પરણિતાના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો.  હત્યારા શાહબુદ્દીને પોલીસે ઘટનના બીજા દિવસે જ ઝડપી પાડ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Feb 23, 2022 | 10:01 PM

સુરતના(Surat) સચિન વિસ્તારમાં 11 વર્ષના બાળકની હત્યા(Child Murder)  કેસમાં પોલીસે 6 દિવસ બાદ ચાર્જશીટ(Chargesheet)  રજૂ કરી છે.. સચિન પોલીસે આ કેસમાં ચાર્જશીટ તૈયાર કરવા માટે અલગ અલગ 7 ટીમો કામે લગાડી હતી. ટીમો દ્વારા મેડિકલ અને એફએસએલ, સીસીટીવી સહિતના પુરાવા ભેગા કરવામાં આવ્યા હતા.એસીપી અને પીઆઈના સુપરવિઝન હેઠળ આ કેસની તપાસ હાથ ધરાઇ હતી. જેમાં  ટોટલ 257 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં 13 સાક્ષીઓ છે. એક તરફી પ્રેમમાં પાગલ આરોપી શાહબુદ્દીન અજમલમીંયા અન્સારીએ પરણિતાના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો.  હત્યારા શાહબુદ્દીને પોલીસે ઘટનના બીજા દિવસે જ ઝડપી પાડ્યો હતો. મહત્વનું છે કે આરોપી હત્યાને અંજામ આપીને બિહાર ભાગવાની તૈયારીમાં હતો ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો : દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગની પૂજાના અધિકારની અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો, કરી આ ટકોર

આ પણ વાંચો : Rajkot : પત્નીએ પતિને પ્રેમિકા સાથે રંગે હાથે ઝડપ્યો, પ્રેમિકાને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati