Surat : લસકાણામાં આહીર સમાજમાં પરંપરાગત પહેરવેશ સાથે ગરબા રમવાની પ્રથા આકર્ષણનું કેન્દ્ર બની, જુઓ Video
Surat : મા આદ્યશકિતની આરાધનાના પર્વ નવરાત્રી(Navratri 2023)માં ભકિતનો અનોખો રંગ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના પર્વમાં દરેક જ્ઞાતિ પોતાની પરંપરા અને સંસ્કૃતિની ઓળખ આપતા રાસ ગરબા કરે છે. કામરેજના લસકાણામાં વસવાટ કરતા આહીર સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતી ભાઈઓ અને બહેનોના ગરબા જગવિખ્યાત છે. લસકાણામાં નવરાત્રી દરમિયાન આહીર સમાજના એક હજારથી વધુ ભાઈ - બહેનોએ ગરબે ઘૂમી સૌ કોઇ મંત્રમુગ્ધ કર્યા હતા.
Surat : મા આદ્યશકિતની આરાધનાના પર્વ નવરાત્રી(Navratri 2023)માં ભકિતનો અનોખો રંગ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના પર્વમાં દરેક જ્ઞાતિ પોતાની પરંપરા અને સંસ્કૃતિની ઓળખ આપતા રાસ ગરબા કરે છે. કામરેજના લસકાણામાં વસવાટ કરતા આહીર સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતી ભાઈઓ અને બહેનોના ગરબા જગવિખ્યાત છે. લસકાણામાં નવરાત્રી દરમિયાન આહીર સમાજના એક હજારથી વધુ ભાઈ – બહેનોએ ગરબે ઘૂમી સૌ કોઇ મંત્રમુગ્ધ કર્યા હતા.
સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં નવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ખેલૈયાઓમાં મોંઘીદાટ ફી ચૂકવીને પણ પાર્ટીપ્લોટમાં ગરબા રમવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છેત્યારે કામરેજના લસકાણા ગામ ખાતે આહીર સમાજની વાડીમાં પરંપરાગત રાસ -ગરબા જોવા મળ્યા હતા. આહીર સમાજના દીકરા દીકરીઓને બહાર ગરબે ઘૂમવા ન જવું પડે તે માટે સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નોરતાની ઉજવણીમાં એક હજાર જેટલા ભાઈઓ અને બહેનોએ પોતાના પરંપરાગત પહેરવેશ સાથે ઘરેણા પહેરીને એક સાથે ગરબા કર્યા હતા.
આહીર સમાજની દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે રમી શકે તે આશયથી આહીર સમાજ દ્વારા છેલ્લા 30 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે.જ નવરાત્રીના નવ દિવસ માતાજી ની આરતી માટે પણ મોટી બોલી બોલવામાં આવે છે.આ બોલી 2 લાખ સુધી પહોંચી જાય છે.જે પણ રૂપિયા ભેગા થાય એ નવરાત્રીના આયોજનમાં ખર્ચ કરાય છે. દેખાદેખીના સમયમાં પણ આજે પણ કામરેજ ના લસકાણા ખાતે આહીર સમાજ પોતાની પરંપરા જાળવી રાખવા આ પ્રકારના સમાજ ઉપયોગી આયોજન કરી રહ્યું છે.
Input Credit : – Mehul Bhokalva, Olpad