સુરતમાં બિઝનેસમેનને માર મારવાનો મામલો, સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પીઆઈ સસ્પેન્ડ, જુઓ વીડિયો
એક બિઝનેસમેનને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા બાદ પણ પોલીસે કસ્ટડીમાં રાખ્યા હતા અને ટોર્ચર કર્યા હતા. તેમજ 1.6 કરોડ રૂપિયાની માગણી કરી હતી. જેની ફરિયાદ આરોપીના વકીલે સુપ્રીમ કોર્ટમાં કરી હતી. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પોલીસ કમિશનર અજય તોમરે આ ઘટનાક્રમ અંગે ખાતાકીય તપાસ હાથ ધરી પીઆઈ આર.વાય.રાવલને સસપેન્ડ કર્યા છે.
સુરતમાં બિઝનેસમેનને માર મારવાના મામલે પીઆઈ રાવલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક બિઝનેસમેનને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા બાદ પણ પોલીસે કસ્ટડીમાં રાખ્યા હતા અને ટોર્ચર કર્યા હતા. તેમજ 1.6 કરોડ રૂપિયાની માગણી કરી હતી. જેની ફરિયાદ આરોપીના વકીલે સુપ્રીમ કોર્ટમાં કરી હતી.
જે બાદ સુરતના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પર કોર્ટ લાલઘૂમ થઈ અને કાયદાકીય પગલાં લેવા ચીમકી આપી હતી. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પોલીસ કમિશનર અજય તોમરે આ ઘટનાક્રમ અંગે ખાતાકીય તપાસ હાથ ધરી છે અને વેસુ પીઆઈ આર.વાય.રાવલને સસપેન્ડ કર્યા છે.
આ પણ વાંચો સુરત : જીઆરડી જવાનની હત્યા મામલે પોલીસ એક્શનમાં, 4 શખ્સની ધરપકડ
